હળવદના ગ્રામ્ય વિસ્તારમાં પીછો કરીને યુવતીને થાપા ઉપર થપાટ મારીને છેડતી: બે શખ્સો સામે ફરિયાદ
મોરબી શહેર અને હળવદના કેદરિયા પાસેથી એક-એક બાઈકની ચોરી
SHARE
મોરબી શહેર અને હળવદના કેદરિયા પાસેથી એક-એક બાઈકની ચોરી
મોરબી શહેરમાં દરબારગઢ પાસે આવેલ બેંક નજીકથી તેમજ હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાંથી જુદાજુદા બે બાઇકની ચોરી કરવામાં આવે છે. જેથી ભોગ બનેલા બંને યુવાનો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના હહાંડલા ગામના રહેવાસી ખેતાભાઇ વાલાભાઈ મહિડા જાતે અનુ. જાતિ (45) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં દરબારગઢ નજીક આવેલ એસબીઆઈની બેન્કની બાજુમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે 11 સીબીઆઇ 1173 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે. જેથી 60,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આવી જ રીતે હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા દીપકભાઈ દેવશીભાઈ જીંજવાડિયા જાતે કોળી (44)એ કેદારીયા ગામની સીમમાં તેઓની વાડીના શેઢે પોતાનું બાઈક નંબર જીજે 36 ડી 7391 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.