મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાનું અપહરણ,અકસ્માતના બનાવોમાં વૃધ્ધા, યુવાન, યુવતી સારવારમાં


SHARE





મોરબીમાં સગીરાનું અપહરણ,અકસ્માતના બનાવોમાં વૃધ્ધા, યુવાન, યુવતી સારવારમાં

 

મુળ મધ્યપ્રદેશના અને હાલ મોરબી-જેતપર રોડ પાવડીયારી પાસે સીરામીક યુનીટના લેબર કવાટરમાં રહીને મજુરીકામ કરતા પરીવારની સગીરવયની દિકરીનું મુળ બિહારનો સાજન સહાની નામનો ઈસમ અપહરણ કરી ગયેલ હોય ભોગ બનેલ દિકરીના પરીવારજને તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવતા તાલુકા પીઆઈ એસ.કે. ચારેલએ ગુનો નોંધી ભોગ બનેલ સગીરાને શોધવા તેમજ આરોપી સાજન સાહનીને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે.

વૃધ્ધા સારવારમાં

 માળીયા (મીં)ના મેઘપર ગામે મંદિર પાસે બાઈક સ્લીપ થતા ઉમાબેન મગનભાઈ ચૌધરી (ઉ.61)નું ઓમ ઓર્થોપેડીક હોસ્પીટલે સારવાર માટે લાવ્યા હતા. જયારે હેમીબેન શિવાભાઈ મસોત (83) રહે. લજાઈ જી. મોરબીને બાઈક પાછળથી પડી જતા ઈજા થતા સારવારમાં ઓમ હોસ્પિટલે લવાયા હતા. તેમજ ટંકારાના ખીજળીયાથી નસીતપરના રસ્તે એકટીવામાંથી નીચે પડી જતા નાજાભાઈ આંબાભાઈ ગળચર (ઉ.52) રહે. રામાપીર મંદિર પાસે રબારીવાસ ખીજડીયાને સારવાર માટે મોરબી લવાયાહતા.

યુવતી સારવારમાં

 કચ્છના સુરજબારી ખાતે રહેતા આયશાબાનુ આઝાદભાઈ જેડા નામની 22 વર્ષની યુવતી ફીનાઈલ પી જતા સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવી હતી.જયારે ટંકારાના સજજનપર ગામે રહેતા પરીવારનો રૂપેશ કિશનભાઈ કનેરા નામનો છ વર્ષનો બાળક વાડી વિસ્તારના કાચા રસ્તે સાયકલમાંથી પડી જતા સારવાર માટે મોરબી લવાયો હતો.

યુવાન સારવારમાં

 મુળી તાલુકાના સરા (વીરપર) ગામે રહેતા સુનીલભાઈ કાળુભાઈ નાયકા નામના 20 વર્ષના યુવાને ધવલ પ્રવીણભાઈ વરમોરાની વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે અત્રે મંગલમ હોસ્પીટે લાવવામાં આવ્યો હતો. જયારે ટંકારાના ધ્રુવનગર ખાતે મારામારીના બનાવમાં ,જા પામેલા ગુરૂપ્રીત (ઉ.40) નામના યુવાનને 108 વડે અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જયારે રાજકોટના બરવાળા ગામે રહેતા અશ્ર્વિન રામજીભાઈ ખાંભલા (42) ને લાતીપ્લોટ ખાતે બાઈકમાંથી પડી જતા ઈજા થતા સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. તેમજ ગાંધીચોકની પાસે રીક્ષા ચાલકે હડફેટે લેતા હનીફાબેન સલીમભાઈ માતેજા (ઉ.50) રહે. હળવદને સારવાર માટે સિવિલે લઈ જવાયા હતા




Latest News