વાંકાનેરના ધારાસભ્યએ પણ તંત્રએ ઊભી કરેલ વ્યવસ્થામાં સહકાર આપ્યો પણ આ બંને આયોજકોએ સહકાર આપેલ નથી: ડીવાયએસપી મોરબીમાં સુધારા શેરીમાં વન સાઈડ પાર્કિંગની સુવિધા કરવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: જિલ્લામાં પથિક સોફટવેરમાં હોટલ માલિકોએ રજીસ્ટ્રેશન કરાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી મોરબી: ગુંગણ યુવા ગ્રુપ દ્વારા અમરનગર પાસે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન સુરત ખાતે નવનિર્મિત ગૌરવ સેનાની કુમાર છાત્રાલયમાં પ્રવેશ શરૂ; મોરબી જિલ્લાના સફાઈ કામદારો જોગ મોરબીમાં ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે: મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન અરજી કરો મોરબી જિલ્લા વહિવટીતંત્રનું સંવેદનશીલ પગલું; લોકહિતાર્થે દર અઠવાડીએ જિલ્લાકક્ષાના અધિકારીઓ કરશે ગામડાઓની મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામ મેડીલક કોલેજ પાસે નજીવી વાતે યુવાન ઉપર તીક્ષ્ણ હથીયાર વડે હુમલો, ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE











મોરબીના શનાળા ગામ મેડીલક કોલેજ પાસે નજીવી વાતે યુવાન ઉપર તીક્ષ્ણ હથીયાર વડે હુમલો, ઇજાગ્રસ્ત સારવારમાં

મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલા શનાળા ગામે નવી બની રહેલ મેડિકલ કોલેજમાં મજૂરી કામ કરતા મજૂરો વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો.જેમાં નશાની હાલતમાં તોફાન કરતા શખ્સને રૂમમાં બંધ કરતા સમયે થયેલ ઝઘડામાં એક યુવાન ઉપર સળીયા જેવા તીક્ષ્ણ હથીયાર વડે પેટના ભાગે ઇજા કરાતા યુવાનને સારવારમાં ખસેડાયો હતો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલા શનાળા ગામે ત્યાં બની રહેલ નવી મેડીકલ કોલેજમાં સેન્ટીંગ બાંધવાનું કામકાજ કરતા અને ત્યાં જ રહેતા મનોજ ગયાપ્રસાદ દુધિયા (ઉમર 31) નામના યુવાન ઉપર તા.20 ના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવતા ઈજાગ્રસ્ત યુવાનને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા સ્ટાફના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે મજૂરો પૈકીના એક મજૂરે નશો કરેલ હોય અને તે 'લવારો' કરતો હોય તેને રૂમમાં બંધ કરવા માટે મનોજ ગયો હતો તે સમયે સામેવાળા ઇસમની સાથે રહેલા ઈસમોને લાગ્યું કે મનોજ તે નશાો કરેલ ઇસમને મારી રહ્યો છે.તેવો વહેમ કરીને મનોજ ઉપર સળિયા જેવા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.બનાવને પગલે પોલીસ દ્વારા ભોગ બનેલ મનોજ દુધીયાની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરાયેલ છે.

રાતે જમીને સુતા બાદ ઉઠ્યા જ નહી :મોત

મોરબીના વીસીપરામાં આવેલા કુલીનગર વિસ્તારમાં શેરી નંબર-1 માં રહેતા દાઉદભાઈ ઉંમરભાઈ મકવાણા નામના 65 વર્ષના વૃદ્ધ ગતરાત્રિના જમીને તેઓના ઘરે સુતા હતા અને તેઓ બીમાર હતા.દરમિયાનમાં કોઈ કારણોસર નિંદ્રાધીન અવસ્થામાં જ તેઓનું મોત નિપજયું હતુ.જેથી તેમના ડેડબોડીને પીએમ માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું.બનાવને પગલે હોસ્પિટલ તરફથી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફને જાણ કરવામાં આવતા સ્ટાફના પ્રફુલભાઈ પરમારએ પહોંચીને આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી હતી.

રફાળેશ્વરમાં મારામારી

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે ઇસ્કોન સીરામીક નામના યુનિટમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા રામપાલ બાન્ધ નામના મજૂર યુવાનને રાત્રિના નવેક વાગ્યે સ્ટાફ કવાટરની પાસે સુનિલ નામના શખ્સ સાથે બોલાચાલી ઝઘડો થયો હતો.જે દરમિયાનમાં સુનીલ દ્વારા તેને માર મારવામાં આવતા ઈજાગ્રસ્ત રામપાલને શહેરના સામાકાંઠેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતેથી યાદી આવતા તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા મારામારીના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.






Latest News