મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં રમતાં રમતાં બીજા માળેથી પડી જતા બાળકનું મોત


SHARE







મોરબીમાં રમતાં રમતાં બીજા માળેથી પડી જતા બાળકનું મોત

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા સરતાનપર રોડ ઉપર સીરામીક યુનિટમાં રહીને મજૂરી કામ કરતા અને ત્યાં લેબર કવાટરમાં રહેતા પરિવારનો સાત વર્ષનો બાળક લેબર કવાટરના બીજા માળેથી રમતાં રમતાં નીચે પડી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેથી તેના ડેડબોડીને પીએમ માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા સ્થાનિક પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ ઇનબિટો સિરામિક નામના યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા પરિવારનો ગૌતમ મોહનભાઈ સિંગાર નામનો સાત વર્ષનો બાળક લેબર ક્વાર્ટરમાં રમતો હતો ત્યારે રમતાં રમતાં તે બીજા માળેથી નીચે પડી ગયો હતો. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને તેને ડેડબોડીને પીએમ માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું.હોસ્પિટલમાંથી યાદી આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા ફાતિમાબેન અલ્તાફભાઈ ભટ્ટી નામના 20 વર્ષીય યુવતી તેના ઘરે ફિનાઇલ પી ગઇ હતી.જેથી તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા બનાવ સંદર્ભે આગળની તપાસ શરૂ કરવામાં આવતા સામે આવ્યું હતું કે ભાઈની સાથે મજાક મસ્તી દરમિયાન ભાઇએ ફડાકો મારી દેતા તે બાબતનું લાગી આવતા તેણીએ ઉપરોકત પગલું ભરી લીધુ હતું.

યુવાન સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલ પાસેથી બાઈક લઈને જતા સમયે બીઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.આ બનાવમાં બાઇક સવાર અંકિત રમેશભાઈ વાઘેલા (ઉમર 22) રહે.વડલી ચોક જેતપુર જીલ્લો રાજકોટ વાળાને ઇજાઓ પહોંચી હતી.જેથી તેને અત્રેની ખાનગી ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા બનાવની આગળની તપાસ હાથ ધરાઈ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર આવેલા ન્યુ ચંદ્રેશનગર વિસ્તારમાં સરસ્વતી ટાઉનશિપમાં રહેતા રેવીબેન વાલજીભાઈ ઉઘરેજા નામના 88 વર્ષીય વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને મૂનનગર ચોક બાજુથી પરત પોતાના ઘરે જતા હતા.ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા તેઓ નીચે પડી ગયા હતા.જેથી ઈજા પામતા રેવીબેનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં સારવાર બાદ પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા અકસ્માત બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News