મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના નાગલપર ગામે વાડામાં દારૂની નાની-મોટી 26 બોટલ સાથે એકની ધરપકડ: માલ આપનારની શોધખોળ


SHARE







મોરબીના નાગલપર ગામે વાડામાં દારૂની નાની-મોટી 26 બોટલ સાથે એકની ધરપકડ: માલ આપનારની શોધખોળ

મોરબી તાલુકાના નાગલપર ગામના ઝાપા પાસે આવેલ વાડામાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી કુલ મળીને 26 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 3,150 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરી હતી અને દારૂ આપનાર શખ્સનું નામ સામે આવ્યું છે જેથી બંને સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના નાગલપર ગામના ઝાપા પાસે રમેશભાઈ મકવાણાના વાડામાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી દારૂની મોટી બે અને નાની 24 આમ કુલ મળીને નાની મોટી દારૂની 26 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 3,150 નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રમેશભાઈ ભોજાભાઇ મકવાણા જાતે ભરવાડ (30) રહે. નાગલપર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેણે દારૂનો આ જથ્થો જીગ્નેશ ઉર્ફે જીગો રૈયાભાઈ ભરવાડ રહે. રેલ્વે સ્ટેશનથી આગળ રેલવેના ક્વાર્ટરની બાજુમાં મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે આ બંને શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે અને માલ આપનારા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

એક બોટલ દારૂ

મોરબીમાં મકરાણીવાસના નાકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી 375 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી સતિષભાઈ ગૌતમભાઈ સારેશા જાતે અનુ. જાતી (24) રહે. માળિયા વનાળીયા સોસાયટી મોરબી મૂળ રહે. ટંકારા વાળાની ધરપકડ કરી તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News