મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી પોલીસને ન આપતા ત્રણ સ્પા-આઠ હોટલ સહિત 18  સામે ગુના નોંધાયા વાંકાનેરમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે ગુનો નોંધાયો મોરબીના ગોર ખીજડીયા પાસે કારખાનામાંથી 100 કિલો કોપર વાયરની ચોરી: પાંચની ધરપકડ હળવદના કોયબા ગામે તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબીના નવયુગ સંકુલ ખાતે સિલ્વર જ્યુબીલીની શાનદાર ઉજવણી કરાશે મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે ઝાલા પરિવાર દ્વારા હવન યોજાયો: દાતાઓનુ કરાયું સન્માન મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે
Breaking news
Morbi Today

હળવદના માનસર પાસે બાઇકને એસટી બસના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE













હળવદના માનસર પાસે બાઇકને એસટી બસના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

હળવદના માનસર ગામ નજીકથી યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે એસટી બસના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું. જેથી બાઇક લઈને જઈ રહેલા યુવાનને માથા અને શરીરે ગંભીર ઈજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું. જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા એસટી બસના ચાલકની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના રહેવાસી અને હાલ મોરબી તાલુકાના લખધિરપુર રોડ ઉપર આવેલ લીવોલા ગ્રેનાઈટો નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા કમલ તારાચંદ ડાવર (24) નામના યુવાને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરેન્દ્રનગર મોરબી રૂટની એસટી બસ નંબર જીજે 18 ઝેડ 6575 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યું છે કે, હળવદ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ માનસર ગામના નાળા પાસેથી તેનો ભાઈ રાકેશ છગનભાઈ ડાવર (24) બાઈક નંબર એમપી 46 એમપી 5060 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે એસટી બસના ચાલકે તેને હડફેટે લેતા ફરીયાદીના ભાઈને માથા અને શરીરને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ એસટી બસના ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે

વૃદ્ધ સારવારમાં

મોરબી નજીક આવેલ કપુરીની વાડીમાં રહેતા મનજીભાઈ મકનભાઈ ડાભી (69) નામના વૃદ્ધ કેનાલ ચોકડી પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા. ત્યારે કોઈ કારણસર બાઈકમાંથી પડી જતા તેઓને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

ટંકારા તાલુકાના લતીપર ગામે પંડ્યા શેરીમાં રહેતા બાપુસાબા શત્રુંજીતસિંહ જાડેજા (86) નામના વૃદ્ધા ગામમાં આવેલ ઠાકર શેરીમાંથી બાઇકમાં પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હતો જેમાં વૃદ્ધાને ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ હતી અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ હોય ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે.




Latest News