નવલખી પોર્ટ ઉપર વે બ્રિજના પ્લેટફોર્મને ટ્રક ટ્રેલરના ચાલકે તોડી નાખ્યું: ચાર લાખનું નુકશાન
SHARE









નવલખી પોર્ટ ઉપર વે બ્રિજના પ્લેટફોર્મને ટ્રક ટ્રેલરના ચાલકે તોડી નાખ્યું: ચાર લાખનું નુકશાન
માળીયા મીયાણા તાલુકામાં આવતાં નવલખી પોર્ટ ઉપર ગાયત્રી વે બ્રીજના પ્લેટફોર્મ ઉપર ટ્રક ટ્રેલરના ચાલકે પોતાના વાહનને જોરદાર બ્રેક લગાવી હતી અને બીજી વખત ટ્રકને એકદમ આગળ લેતા વે બ્રિજનું પ્લેટફોર્મ મૂળ જગ્યાએથી નીચે પડી જતા વે બ્રિજમાં ચાર લાખથી વધુનું નુકસાન થયું છે જેથી વે બ્રિજના કર્મચારી દ્વારા ટ્રક ટ્રેલરના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા તાલુકાના વાવણિયા ગામે રહેતા અને ગાયત્રી વે બ્રીજમાં નોકરી કરતા અસ્લમભાઈ અભરામભાઈ કચા જાતે વાઘેર (22)એ ટ્રક ટ્રેલર નંબર જીજે 3 બીટી 7414 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે, નવલખી પોર્ટ ઉપર આવેલ ગાયત્રી વે બ્રિજમાં ટ્રક ચાલકે પોતાનો ટ્રક ટ્રેલરને પ્લેટફોર્મ ઉપર લઈને જોરદાર બ્રેક લગાવી હતી અને બીજી વખત ટ્રક ટ્રેલરને એકદમ આગળ લેતા વે બ્રિજનું પ્લેટફોર્મ તેની મૂળ જગ્યાએથી નીચે પડી જતા વે બ્રિજના લોડ સેલ 8 નંગ તૂટી ગયા હતા જેથી કરીને ચાર લાખની નુકસાની વે બ્રિજમાં થયેલ છે. જેથી ભોગ બનેલા કર્મચારી દ્વારા કરવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
