મોરબી પોસ્ટ વિભાગના કર્મચારીઓ હડતાળમાં જોડાયા: માંગણી ન સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાળ મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી)નું અમલીકરણ કરવા કવાયત મોરબીના ટીંબડી પાટીયે રોડની બંને બાજુમાં આડેધડ ટ્રકના પાર્કિંગથી લોકો ત્રાહિમામ મોરબીમાં સીરામીક એસો.ના હોલ ખાતે ઉદ્યોગકારોની હાજરીમાં સેમિનાર યોજાયો મોરબી જિલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિ વિદ્યાર્થી-નવનિયુક્ત કર્મચારીઓને સન્માનીત કરાયા મોરબીના પાંજરાપોળની જગ્યામાં વૃક્ષારોપણ બાદ અપાયેલ નામ બદલવા આપની માંગ મોરબીમાં અનુસુચિત જાતિના લોકો રહેતા હોય તે વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવા કરાઇ રજૂઆત મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ફુલસ્કેપ બુકોનું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ-મીતાણા રોડ ઉપર પગપાળા જતા યુવાનને બોલેરોના ચાલકે હડફેટ લેતા યુવાનનું મોત


SHARE

















ટંકારાના નેકનામ-મીતાણા રોડ ઉપર પગપાળા જતા યુવાનને બોલેરોના ચાલકે હડફેટ લેતા યુવાનનું મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા મીતાણા ગામે રહીને વાડીમાં ખેત મજૂરીનું કામ કરતો યુવાન ગઈકાલે સાંજના ઘરની વસ્તુઓ લેવા માટે બહાર નીકળ્યો હતો અને તે પગપાળા નેકનામ-મીતાણા રોડ ઉપરથી જતો હતો ત્યારે અજાણ્યા બોલેરોના ચાલકે તેને હડફેટ લેતા માથાના ભાગે થયેલી ઇજાઓ સાથે તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મૂળ દાહોદના દેવગઢ તાલુકાના આમલીપાણી માત્રા ગામના વતની સુરપાલભાઇ ભાવસિંગભાઇ નાઈ (ઉમર 35) હાલ અજયભાઈ ભાગીયાની વાડીમાં, મિતાણા તા.ટંકારા જી.મોરબી ખાતે રહેતા હતા.તેઓ તા.29-7 ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ગામ માટે કરિયાણાની તેમજ અન્ય વસ્તુઓ લેવા માટે નીકળ્યો હતો. અને તે નેકનામ-મિતાણા રોડ ઉપર પગપાળા જતો હતો.ત્યારે કોઈ અજાણ્યા બોલેરો કારના ચાલકએ તેણે ઠોકરે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં સુરપાલભાઈને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.રાજકોટ ખાતે સારવાર દરમિયાન સુરપાલભાઈ ભાવસિંગભાઈ નાઈ નામના મૂળ ગોધરાના મજુર યુવાનનું મોત નીપજતા રાજકોટ ખાતેથી યાદી આવી હતી.જેથી હાલ ટંકારા પોલીસ મથકના ચેતનભાઇ કડવાતરએ આ બાબતે અકસ્માત મૃત્યુ અંગે નોંધ કરી હતી અને અકસ્માત સર્જીને ભાગી છુટેલા બોલેરો ચાલકને પકડવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ કરવી શરૂ કરવામાં આવી છે.

બાળક સારવારમાં

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પાસે આવેલ શક્તિ ચોકના વણાંક પાસે બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જે બનાવમાં બાઇકના પાછળના ભાગે બેઠેલા સાગર ભગવાનજીભાઈ જીંજુવાડીયા (ઉંમર 15) રહે.માર્કો વિલેજ સોસાયટી મહેન્દ્રનગર તા.જી.મોરબીને ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.બનાવને પગલે એ ડીવીજન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના ટીકર રણ ખાતે રહેતો ધનજીભાઈ માવજીભાઈ પરમાર નામનો 32 વર્ષનો યુવાન ઘાટીલા ગામ પાસે નર્મદાની કેનાલમાં પડી ગયો હતો.જેથી તેને સારવાર માટે હળવદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જેથી મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલે પ્રાથમિક તપાસ કરીને આ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.






Latest News