મોરબીના હેલીપેડ નજીકથી 109 બોટલ દારૂ સાથે બે પકડાયા
SHARE









મોરબીના હેલીપેડ નજીકથી 109 બોટલ દારૂ સાથે બે પકડાયા
મોરબીના ઘુંટુ ગામ પાસે આવેલ હેલીપેડ પાછળ બાવળની કાંટમાં દારૂની રેડ કરી હતી ત્યારે બે શખ્સ દારૂના જથ્થા સાથે મળી આવ્યા હતા. જેથી પોલીસે 109 બોટલ દારૂ કબજે કરીને બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગમાં હતી ત્યારે તાલુકા પોલીસ સ્ટેશનના વનરાજ ચાવડાને મળેલ બાતમી આધારે મોરબીના ઘુંટુ ગામ નજીક આવેલ હેલિપેડ પાછળના ભાગે દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 109 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 32,915 નો દારૂનો જથ્થો કબજે કરેલ છે અને પોલીસે આરોપી આરોપી પીરાભાઇ જોધાભાઇ બોહરીયા જાતે ભરવાડ (36) રહે. માનસધામ સોસાયટી પીપળી રોડ મોરબી મુળ રહે. રાપર અને ભાવેશભાઇ ચંદુભાઇ સંઘાણી જાતે પટેલ (33) રહે. હરીઓમ પાર્ક સોસાયટી ઘુંટુ મોરબી મુળ રહે. ખીરઇ તાલુકો માળીયા (મિં) વાળાની ધરપકડ કરેલ છે અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે
