મોરબીના ટિંબડી ગામે જુગાર રમતા પાંચ શખ્સો 51,200 ની રોકડ સાથે પકડાયા
મોરબીમાં સગીરાને ધરાર વાતચીત કરવા દબાણ કરીને માતા-દીકરીને મારી નાખવાની ધમકી આપનારા શખ્સની ધરપકડ
SHARE









મોરબીમાં સગીરાને ધરાર વાતચીત કરવા દબાણ કરીને માતા-દીકરીને મારી નાખવાની ધમકી આપનારા શખ્સની ધરપકડ
મોરબીમાં રહેતા પરિવારની દીકરી સ્કૂલે આવતી જતી હોય ત્યારે પીછો કરીને તેની સાથે વાતચીત કરવા માટે થઈને એક શખ્સ દબાણ કરતો હતો અને તે દીકરીને મનાવવા માટે તેની માતાને કહ્યું હતું ! અને જો તેની દીકરી નહીં માને તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી સ્કૂલે આવતી જતી દીકરીને અવારનવાર એક્ટિવા લઈને પીછો કરીને ભૂંડા બોલી ગાળો આપીને હેરાન કરનારા શખ્સની સામે ભોગ બનેલ દીકરીની માતાએ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતા મહિલાએ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રી સોસાયટીમાં રહેતા સુજલ ચંદુભાઈ પાંચોટિયાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, ફરિયાદીની દીકરી સ્કૂલેથી આવતી જતી હોય ત્યારે તેના એક્ટિવનો આરોપી સુજલ પાચોટિયા પોતાનું એક્ટિવા નંબર જીજે ૩૬ એકે ૨૨૫૮ લઈને પીછો કરતો હતો અને ફરિયાદીની દીકરીને વાતચીત કરવા માટે થઈને કહેતો હતો તેમજ ફરિયાદીને તેઓની દીકરીને મનાવવા માટે કહ્યું હતું ! આટલું જ નહીં પરંતુ ફરિયાદીની દીકરી ન માટેનો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી અને ફરિયાદી મહિલાની દીકરી સ્કૂલે આવતી જતી હોય ત્યારે અવારનવાર તેનો પીછો કરીને તેને ભૂંડા બોલી ગાળો આપી હેરાન પરેશાન કરતો હતો. જેથી ભોગ બનેલ દીકરીની માતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી સુજલ ચંદુભાઈ પાંચોટિયા (21) રહે. મહેન્દ્રનગર સીએનજી પંપ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી કરી હતી. અને આ આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે તેવી માહિતી તપાસનીસ અધિકારી પાસેથી જાણવા મળેલ છે.
