મોરબીમાં રાષ્ટ્રીય યુવા દિવસે કલાત્મક રાખડી બનાવવાની ઓનલાઈન સ્પર્ધા યોજાશે
Morbi Today
મોરબીની જેલમાંથી જામીન લઈને ફરાર થયેલ છેતરપીંડીના ગુનાનો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો
SHARE
મોરબીની જેલમાંથી જામીન લઈને ફરાર થયેલ છેતરપીંડીના ગુનાનો આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો
મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ ટીમ આરોપીઓને પકડવા માટે તજવીજ કરી રહી છે તેવામાં વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપીંડીના ગુનામાં પકડાયેલ અને મોરબી જેલમાં રાખવામા આવેલ રમેશભાઈ રામસુભોગભાઈ પ્રજાપતિએને પકડવામાં આવેલ છે આ આરોપીએ હાઈકોર્ટમાંથી ગત ફેબ્રુઆરી મહિનામાં ૮ દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા અને તેને તા તા.૭-૩-૨૪ ના રોજ જેલમાં આવી જવાનું હતું જો કે, કેદી જેલમાં હાજર થયો ન હતો અને જેલ ફરાર થયો હતો જેથી આ કાચા કામના કેદીને હાલ મહારાષ્ટ્રના ઉલ્હાસનગર ખાતેથી બાતમી આધારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી લીધેલ છે અને મોરબી સબ જેલ હવાલે કર્યો છે