મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
Morbi Today

મોરબી નજીક ચા પીવા માટે જઈ રહેલા યુવાનને ચક્કર આવતા પડી જવાથી મોત


SHARE













મોરબી નજીક ચા પીવા માટે જઈ રહેલા યુવાનને ચક્કર આવતા પડી જવાથી મોત

મોરબી તાલુકાના નવાગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન ચાલીને ચા પીવા માટે જઈ રહ્યો હતો ત્યારે અચાનક ચક્કર આવતા તે પડી ગયો હતો અને બેભાન થઈ જતા 108 મારફતે તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મૃતકના દીકરા દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નવાગામ પાસે આવેલ આજવિટો સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો ઈશ્વરલાલ રણછોડભાઈ નિનામા (44) નામનો યુવાન સવારે કારખાનાની બહારના ભાગમાં આવેલ ચા ની કીટલીએ ચા પીવા માટે ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અચાનક ચક્કર આવતા તે પડી ગયો હતો અને ત્યારબાદ તે બેભાન થઈ જતા તેને તાત્કાલિક 108 ને બોલાવીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવવા અંગેની મૃતકના દીકરા વિશાલભાઈ ઈશ્વરલાલ નિનામા (24)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝેરી દવા પીધી

મોરબીના રવાપર ગામ નજીક આવેલ રાજા મિનરલ વોટરની પાછળના ભાગમાં તેજાણીની વાડીમાં રહેતા આંબાલાલ મોહનભાઈ પરમાર (45) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે જે બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી




Latest News