મોરબીના મકનસર પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું અમદાવાદ ખાતે સારવારમાં મોત
મોરબી જીલ્લામાં વર્કિંગ વુમનની સુરક્ષા નિશ્ચિત કરી શોષણ રોકવા મહિલા અધિકાર મંચની કલેક્ટરને રજૂઆત
SHARE
મોરબી જીલ્લામાં વર્કિંગ વુમનની સુરક્ષા નિશ્ચિત કરી શોષણ રોકવા મહિલા અધિકાર મંચની કલેક્ટરને રજૂઆત
કલકત્તામાં આર.જી કર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર ઉપર પાસવી બળાત્કાર ગુજારી તેની હત્યા કરવામાં આવી છે જેના વિરોધમાં અને ગુજરાતમાં આવી ઘટનાઓ ના બને તે માટે મોરબીમાં મહિલા અધિકાર મંચ દ્વારા મોરબી કલેકટર કે.બી. ઝવેરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ,
સરકારી નોકરી અને જુદીજુદી સંસથાઓમાં મહિલાઓ નોકરી કરતી હોય છે ત્યારે તેમના ઉપરી સહકર્મચારીઓ કે અધિકારીઓ દ્વારા શારિરીક કે માનસિક ત્રાસ અપાતો હોય છે, મહિલાકર્મીઓને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી શારીરિક શોષણ કરવામાં આવતું હોય છે, આવી ઘટનાઓ બનતી રોકવા તેમજ મહિલા કર્મચારીઓ નોકરીના સ્થળે પોતાને સુરક્ષિત મહેસુસ કરે એ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવા હાલમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છેકે, ગુજરાતની દરેક સરકારી કચેરી અને સંસ્થાઓમાં અને અધિકારીઓની ચેમ્બરમાં તેમજ નિર્જન સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા, સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં નોકરી કરતા મહિલા કર્મચારીઓને શારીરિક અને માનસિક ત્રાસ આપનાર કર્મચારી અને અધિકારીઓને નોકરીમાંથી બરતરફ કરવા અને ફોજદારી ગુનો નોંધવા માટે વ્યવસ્થા કરવી, નોકરીના સ્થળે મહિલાઓને અપાતા માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદોની તપાસનો અહેવાલ સીધો મુખ્યમંત્રીને મોકલવામાં આવે, નાઈટ શિફ્ટમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ મહિલા અધિકાર મંચના સેક્રેટરી એડવોકેટ કલ્પનાબેન એમ. ચૌહાણ, એડવોકેટ જ્યોત્સનાબેન કે. ચૌહાણ તેમજ પૂનમબેન કે. પરમાર દ્વારા કરવામાં આવી છે.