મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક


SHARE





મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક

રોજગાર વિનિમય કચેરી યુ.એન. મહેતા કોલેજ, મોરબી ખાતે યોજાશે ભરતી મેળો; નિયત લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષના ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી કરાશે

નિયામકશ્રી, રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવાના હેતુથી આગામી તા. ૨૧/૦૨/૨૦૨૬ ના રોજ યુ.એન. મહેતા કોલેજ, ભડીયાદ રોડ, નઝરબાગ રેલવે સ્ટેશન પાસે, મોરબી ખાતે સવારે ૧૧:૦૦ કલાકે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને લાયકાત ધરાવતા ઉમેદવારોની વિનામૂલ્યે પસંદગી કરશે.

આ ભરતી મેળામાં સહભાગી થવા માટે ઉમેદવારોની વય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે. શૈક્ષણિક લાયકાતની વિગતો જોઈએ તો, આ મેળામાં ધોરણ-૯ પાસ, નોન-મેટ્રિક, એસ.એસ.સી (SSC), એચ.એસ.સી (HSC), આઈ.ટી.આઈ. (ITI) તેમજ સ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. ઈચ્છુક ઉમેદવારોએ પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર(LC), પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને બાયોડેટાની નકલો સાથે સ્વખર્ચે નિયત સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે.જે ઉમેદવારોએ રોજગાર કચેરી ખાતે અગાઉ નામ નોંધણી કરાવી નથી, તેઓ પણ જરૂરી તમામ દસ્તાવેજો સાથે આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. મોરબી જિલ્લાના નિયત લાયકાત ધરાવતા મહત્તમ યુવાનો આ રોજગારલક્ષી તકનો લાભ લેવા મોરબી રોજગાર અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News