મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે પરિણીતાના આપઘાતના ગુનામાં આરોપી પતિની ધરપકડ રિમાન્ડ લેવા તજવીજ


SHARE





























મોરબીના શનાળા ગામે પરિણીતાના આપઘાતના ગુનામાં આરોપી પતિની ધરપકડ રિમાન્ડ લેવા તજવીજ

મોરબીના સનાળા ગામે મહિલાના પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ચારિત્ર્યની શંકા કરીને મારકૂટ કરવામાં આવતી હતી જેથી કરીને પરણીતાએ ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં બહેનને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે હાલમાં આપઘાત કરી લેનાર મહિલાના પતિની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ લેવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

ભરૂચમાં આવેલ નવીનગરી કુકરવાડા રોડ ખાતે રહેતા કિરણભાઈ શશીકાંતભાઈ વસાવા (32)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હસમુખભાઈ વાલજીભાઈ પટેલ અને તેના ભત્રીજા જયદીપભાઇ પટેલ તેમજ તેઓના પરિવારજન સામે ફરિયાદીની બહેન રેખાબેનને મરવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કેફરિયાદીના મોટા બહેનના આઠેક મહિના પહેલા હસમુખભાઈ સાથે કોર્ટ મેરેજ થયા હતા અને ત્યારબાદ ફરિયાદીની બહેનને હસમુખભાઈ પટેલ અને તેના પરિવારજનો દ્વારા ખોટા બહાના કરીને તેમજ ચારિત્ર્યની ખોટી શંકા કરીને મારજૂડ કરવામાં આવતી હતી.

તેમજ શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને કંટાળીને રેખાબેને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલાના પતિ સહિતનાઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં ડીવાયએસપી પી.એ. ઝાલા અને તેની ટીમે આરોપી હસમુખભાઈ વાલજીભાઈ શિરવી જાતે પટેલ (50) રહે સનાળા વાળાની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે.

અત્રે ઉલેખનીય છેકે, મૃતક મહિલા સહજાનંદ ટ્રાવેલ્સમાં અવારનવાર આવતી જતી હોય તે હસમુખભાઈ પટેલના સંપર્કમાં આવી હતી અને ત્યારબાદ તેને પહેલા જે જગ્યાએ લગ્ન થયા હતા ત્યાંથી છુટાછેડા લીધા બાદ આઠેક મહિના પહેલા હસમુખભાઈ પટેલની સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. પરંતુ થોડા મહિનાઓ બાદથી તેને હસમુખભાઈ પટેલ દ્વારા ગાળો આપવામાં આવતી હતી શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેમજ તેના ચારિત્ર્યની શંકા કરીને ખોટા બહાના કરીને તેને ત્રાસ આપતા હતા જેથી કરીને ફરિયાદીને બહેને અંતિમ પગલું ભરી લીધું હતું.
















Latest News