મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન-સંગીત સંધ્યાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭ મી જન્મજયંતિએ પંચવિધ કાર્યક્રમનું આયોજન કચ્છના સુખપર (રોહા) ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સ્નેહમિલન-ડાયરાનો કાર્યક્રમ યોજાયો મોરબી જીલ્લામાં ઉદ્યોગ સાહસિકોને વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ નું માર્ગદર્શન અને સહાય-સબસિડીની માહિતી આપવા માટે સેમિનાર યોજાયો મોરબીના ટીંબડી ગામના સોલંકી પરિવાર માટે ડો. આંબેડકર આવાસ યોજના બની આશીર્વાદ મોરબી: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ (NFSA) અંતર્ગત પાત્ર પરિવારોને રાહતદરે અનાજનો લાભ વાંકાનેર તાલુકામાં જુદાજુદા બે ગામમાં એક-એક યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે વહીવટી તંત્ર સતત ખડેપગે


SHARE































વાંકાનેરમાં વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે વહીવટી તંત્ર સતત ખડેપગે

વાંકાનેરમાં વહીવટી તંત્ર દ્વારા અનેક સ્થળોએ મશીન મુકાવી પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે. વાંકાનેરના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામ શરૂ કરાતા હાલ લગભગ અનેક વિસ્તારોમાં પાણી નિકાલ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત જે વિસ્તારોમાં બાકી છે ત્યાં હાલ પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે. વાંકાનેર વિસ્તારમાં પડેલા અનરાધાર વરસાદ ઉપરાંત મચ્છુ-૧ ઓવરફ્લો થતાં તેનું પાણી નદીમાં આવતા વાંકાનેર શહેરી તેમજ ગ્રામ્યના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. વરસાદ બંધ થતાં જ તાત્કાલિક ધોરણે વાંકાનેર નગરપાલિકા તથા તાલુકા વહીવટી તંત્રના સંકલનથી પાણીનો નિકાલ કરવાની કામગીરી માટે ટીમની રચના કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી












Latest News