મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન
મોરબીમાં ભેંસો ચરાવવા બાબતે યુવાન ઉપર ધોકા વડે હુમલો
SHARE
મોરબીમાં ભેંસો ચરાવવા બાબતે યુવાન ઉપર ધોકા વડે હુમલો
મોરબીમાં કાલિદ્રી નદીના પટમાં ભેંસો ચરાવવા માટે થઈને ગયેલા યુવાનને ભેંસો મંદિરના વૃક્ષને નુકસાન કરતી હોવાનું કહીને ગાળો આપવામાં આવી હતી ત્યારબાદ લાકડાના ધોકા વડે હાથ ઉપર માર મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના ઇન્દિરાનગરમાં મંગલમ વિસ્તારમાં રહેતા મયુરભાઈ લવજીભાઈ ધોળકિયા (20)એ હાલમાં નવીનભાઈ મનસુખભાઈ માનેવાડિયા રહે. ઇન્દિરાનગર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ જયેશભાઈ ગોલતરની ભેસોને ચરાવવા માટે કાલીન્દ્રી નદીના પટમાં મંદિર પાસે લઈ ગયા હતા ત્યારે આરોપીએ તેઓની સાથે બોલાચાલી કરી હતી અને તારી ભેસો અહીંયા ઝાડ ખાઈ જાય છે તેવું કહ્યું હતું ત્યારે ફરિયાદીએ કહ્યું હતું કે ભેસો નદીના પટમાં ચારતી હોય છે અને વૃક્ષને નુકસાન કરતી નથી જેથી ઉશ્કેરાઈ ગયેલા આરોપી નવીનભાઈએ લાકડાના ધોકા વડે ફરિયાદીને જમણા હાથમાં કોણી પાસે તથા ડાબા હાથમાં કાંડા પાસે માર મારીને ફેક્ચર જેવી ઇજા કરી હતી અને મોઢાની ડાબી બાજુએ માર મારીને સામાન્ય ઇજા કરેલ છે તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે