કચ્છના સુખપર (રોહા) ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સ્નેહમિલન-ડાયરાનો કાર્યક્રમ યોજાયો
મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭ મી જન્મજયંતિએ પંચવિધ કાર્યક્રમનું આયોજન
SHARE
મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭ મી જન્મજયંતિએ પંચવિધ કાર્યક્રમનું આયોજન
સંત સિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મ જયંતિ આવી રહી છે, દેશ વિદેશ ના ભક્તજનો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ દ્વારા તા.૧૬-૧૧-૨૦૨૬ સોમવાર કારતક સુદ સાતમના રોજ પૂ. જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ પંચવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ દિવસે સવારે ૬ કલાકે પ્રભાતધૂન, ૧૦ કલાકે અન્નકુટ દર્શન, બપોરે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, બપોરે ૧૨ કલાકે મહાઆરતી,૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ ધામ દ્વારા પ્રતિવર્ષ જલારામ જયંતિના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજની વિશેષ વ્યક્તિઓને આમંત્રીત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવામા આવે છે. પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, ત્રીજા વર્ષે અંધજનો, ચોથા વર્ષે ભિક્ષુકો, પાંચમા વર્ષે શહીદ પરિવાર, છઠ્ઠા વર્ષે વૃધ્ધાશ્રમના વડીલો, સાતમા વર્ષે અનાથાશ્રમની બાળાઓ, આઠમા વર્ષે કીન્નરો, નવમા વર્ષે મહિલા ટ્રાફીક બ્રિગેડ, દસમા વર્ષે શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, અગીયારમા વર્ષે ફાયર બ્રિગેડના જવાનો, બારમા વર્ષે હોટેલમાં કામ કરતી પરપ્રાંતિય વેઈટ્રેસ, તેરમા વર્ષે પીજીવીસીએલના વાયરમેન, ચૌદમા વર્ષે એસ.ટી. વિભાગના મહિલા કંડકટર, ગત્ વર્ષે મહિલા નર્સિંગ સ્ટાફના વરદ્ હસ્તે કેક કટીંગ કરવામા આવ્યુ હતુ. આ વર્ષે પણ સમાજના આવા જ વિશેષ વ્યક્તિઓને અતિથી વિશેષ તરીકે સ્થાન આપી, તેમના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવશે.