મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭ મી જન્મજયંતિએ પંચવિધ કાર્યક્રમનું આયોજન કચ્છના સુખપર (રોહા) ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સ્નેહમિલન-ડાયરાનો કાર્યક્રમ યોજાયો મોરબી જીલ્લામાં ઉદ્યોગ સાહસિકોને વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ નું માર્ગદર્શન અને સહાય-સબસિડીની માહિતી આપવા માટે સેમિનાર યોજાયો મોરબીના ટીંબડી ગામના સોલંકી પરિવાર માટે ડો. આંબેડકર આવાસ યોજના બની આશીર્વાદ મોરબી: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ (NFSA) અંતર્ગત પાત્ર પરિવારોને રાહતદરે અનાજનો લાભ વાંકાનેર તાલુકામાં જુદાજુદા બે ગામમાં એક-એક યુવાને કર્યો આપઘાત હળવદના ટીકર રોડ ઉપરથી કતલખાને લઈએ જવાતા 2 પાડા-1 પાડીને બચાવ્યા: એક સામે ફરિયાદ ટંકારાના નસીતપર ગામે મચ્છી પકડવાની જાળ બાબતે યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

કચ્છના સુખપર (રોહા) ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સ્નેહમિલન-ડાયરાનો કાર્યક્રમ યોજાયો


SHARE































કચ્છના સુખપર (રોહા) ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સ્નેહમિલન-ડાયરાનો કાર્યક્રમ યોજાયો

કચ્છ-મોરબી લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડાના યજમાનપદે તેમના માદરે વતન સુખપર (રોહા) ગામે શ્રી રામદેવજી મહારાજ મંદિર ખાતે દીપોત્સવ તથા નૂતન વર્ષના પાવન અવસરે પાટકોરી, સ્નેહમિલન, ડાયરો તેમજ સ્નેહભોજનના ભવ્ય કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકીય, સામાજિક અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, આમંત્રિત અતિથિ વિશેષશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.


આ કાર્યક્રમમાં લખમશી ભીમજી ચાવડા પરિવાર દ્વારા દીપોત્સવ અને નૂતન વર્ષની શુભેચ્છાઓની આપ-લે સાથે યોજાયેલા સ્નેહમિલનમાં સૌએ પરસ્પર સ્નેહ, સંવાદ અને આત્મીયતાનો અનુભવ કર્યો હતો. ત્યારબાદ યોજાયેલા લોકડાયરા કાર્યક્રમમાં જાણીતા કલાકારો દિવાળીબેન આહીર, રાજ ગઢવી અને રમેશ જોષીએ પોતાની આગવી કલા અને સંગીતની સુરાવલીઓથી ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ૨૦૪૭ સુધી વિકસિત ભારતના સ્વપનદ્રષ્ટા છે. તેમના સ્વ્પનને સાકાર કરવા આપણ સૌ સાથે મળી સંકલ્પબંધ બનીએ તેમ જણાવતા સાંસદે સ્નેહમિલનની રૂપરેખા વર્ણવી હતી. આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, કાર્યકરો, ગ્રામજનો સાહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ તકે રાજ્યમંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, પ્રદેશ સંગઠન સહ મહામંત્રી અરૂણજી, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તથા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કચ્છ જિલ્લા પંચાયતનાં પ્રમુખ પ્રભાબેન હુણ, ભુજ ધારસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ મહાનગરપાલિકાનાં મેયર દિવ્યાબેન નાથાણી, પૂર્વ રાજ્યમંત્રી  વાસણભાઈ આહિર, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર તથા મહામંત્રી ભીમજીભાઈ જોધાણી, તેમજ સંતો અને જીલ્લાના હોદેદારે, જીલ્લા પંચાયત-તાલુકા પંચાયતના સદસ્યો વિવિધ મોર્ચાના પદાધિકારીઓ, નગરપાલિકાઓના સદસ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અને અંતમાં સાંસદ વિનોદભાઈ ચાવડા તથા તેમના પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો અને ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.












Latest News