ટંકારાના નસીતપર ગામે મચ્છી પકડવાની જાળ બાબતે યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી હળવદમાં પાણીનો વાલ્વ બંધ કરવા માટે અને સાફ-સફાઈ બાબતે મહિલાને દંપતી આપી જાનથી મારી નાખવાની ધમકી: હવે સામસામી ફરિયાદ મોરબીમાં જિલ્લા કક્ષાની જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી ૧૫મી નવેમ્બરે કરાશે મોરબીની ત્રાજપર ચોકડી પાસે બસ ચાલેકે બાઈકને હડફેટે લેતા યુવાનને માથામાં હેમરેજ: મોઢા, નાક અને દાઢીના ભાગે ફેક્ચર જેવી ઇજા મોરબીમાં ભેંસો ચરાવવા બાબતે યુવાન ઉપર ધોકા વડે હુમલો મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા કક્ષાની જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી ૧૫મી નવેમ્બરે કરાશે


SHARE































મોરબીમાં જિલ્લા કક્ષાની જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી ૧૫મી નવેમ્બરે કરાશે

ગુજરાત સરકારના આદિજાતી વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ તારીખ ૧૫મી નવેમ્બરના રોજ રાજ્યના ૧૪ જિલ્લાઓ સાથે મોરબી જિલ્લામાં પંચમુખી હનુમાન મંદિર ખાતે સવારે ૧૧ વાગ્યે 'જનજાતિય ગૌરવ દિવસ'ની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના છોટે ઉદેપુર ખાતેના જીવંત કાર્યક્રમનું પણ પ્રસારણ થશે. આ અંગે જિલ્લાના પ્રજાજનો સુધી માહિતી પહોંચાડવાના આશયથી મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પત્રકાર પરિષદને સંબોધતા કલેકટર સ્વપ્નિલ ખરે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ૧૫મી નવેમ્બર- મહાન ક્રાંતિકારી અને દેશના સપૂત ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીને ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. આ દિવસ દેશના ખૂણે-ખૂણામાં રહેલા આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના અમૂલ્ય યોગદાન અને બલિદાનને યાદ કરી તેમને આદર અંજલિ આપવાનો છે. ખાસ કરીને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આદિવાસી નાયકોના સંઘર્ષનો ઉલ્લેખ કરી તેમના બલિદાન અને શૌર્યને યાદ કર્યા હતા. તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજના સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.

આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ, સરકારી તથા ગ્રાન્ટ-ઈન-એઈડ છાત્રાલયો, પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિઓ, ભોજનબિલ સહાય તથા વ્યક્તિગત આવાસ યોજનાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને પરિવારોને આર્થિક ટેકો આપવામાં આવી રહ્યો છે. તો દૂધ સંજીવની યોજના, મફત તબીબી સહાય, સિકલ સેલ એનિમિયા નિવારણ અને મિશન ઇન્દ્રધનુષ દ્વારા આદિવાસી ક્ષેત્રોમાં સુદ્રઢ આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. અને કુંવરબાઈનું મામેરું અને સાતફેરા સમૂહ લગ્ન યોજના દ્વારા સામાજિક મદદ પૂરી પાડવામાં આવે છે.

આદિવાસી વિસ્તારો અને સરહદી ગામોના સર્વાંગી વિકાસ માટે ‘ન્યુ ગુજરાત પેટર્ન યોજના’, ‘મુખ્યમંત્રી ઉત્કર્ષ બોર્ડર વિલેજ યોજના’ અને ‘મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના’ હેઠળ વિશેષ બજેટ ફાળવીને ત્વરિત વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી જિલ્લાના તમામ નાગરિકો અને મીડિયા માધ્યમોને ૧૫મી નવેમ્બરના રોજ યોજાનાર 'જનજાતિય ગૌરવ દિવસ'ની ઉજવણીમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી હતી. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, અધિક નિવાસી કલેકટર એસ.જે. ખાચર ઉપસ્થિત રહ્યા હતા












Latest News