મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન-સંગીત સંધ્યાનું આયોજન
મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
SHARE
મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
મોરબી જીલ્લામાં આવેલ 349 ગ્રામ પંચાયતની ચુંટણી નજીક આવી ગયેલ છે ત્યારે જીલ્લા કલેકટર અને રાજ્ય ચુંટણી આયોગના અધિકારી સ્વપ્નીલ ખરે દ્વારા જિલ્લાની 349 ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે અનામત બેઠકોના પ્રકાર સાથેના પાંચ તાલુકાનાં જુદાજુદા 5 જાહેરનામાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
જેમાં સરપંચ બેઠકો અનુ. જાતિ, અનુસુચિત આદિજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે તેમજ અનામત સ્ત્રીઓ અને બિન અનામત સામાન્ય સ્ત્રીઓની બેઠકો વર્ષ 2100 ની વસ્તી ગણતરીના આધારે નક્કી કરવામાં આવ્યા છે અને સામાજિક તેમજ શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અનામત હોદાની સંખ્યા 10 ટકાથી વધારીને 27 ટકા સુધીની જોગવાઈ કરવામાં આવેલ જે સુધારા અન્વયે 27 ટકા સુધી અનામત રાખવામાં આવેલ છે.
જો જુદાજુદા તાલુકા વાઇઝ આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો મોરબી તાલુકાની 96 ગ્રામ પંચાયત પૈકી અનુ. જાતી માટે 9 અને તે પૈકી 5 બેઠકો અનુ. જાતી મહિલાઓ માટે અનામત, અનુ. આદિજાતી માટે 1 બેઠક જે મહિલા અનામત માટે પણ લાગુ રહેશે તે ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 26 બેઠકો જે પૈકી 13 બેઠો મહિલા અનમત રહેશે તો હળવદ તાલુકાની 72 બેઠકો પૈકી અનુ. જાતી માટે 5 બેઠકો જે પૈકી 3 બેઠકો મહિલા અનામત, અનુ. આદિજાતી માટે 1 બેઠક અને મહિલા અનામત તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 19 બેઠકો અનામત જે પૈકી 10 બેઠકો મહિલા અનામત રહેશે
જયારે માળિયા તાલુકાની 46 બેઠકો પૈકી અનુ. જાતી માટે 2 બેઠકો અને તેમાં 1 બેઠક મહિલા અનામત, અનુ. આદિજાતી અને મહિલા અનમત માટે 1 બેઠક તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત માટે 12 બેઠકો અનામત જે પૈકી 6 મહિલા અનમત રહેશે આવી જ રીતે ટંકારા તાલુકાની 44 બેઠકો પૈકી અનુ.જાતી માટે 4 બેઠકો જે પૈકી 2 બેઠકો મહિલા અનામત, અનુ. આદિજાતી અને મહિલા અનામત માટે 1 બેઠક તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 12 બેઠકો જે પૈકી 6 મહિલા અનામત અને વાંકાનેર તાલુકાની 91 બેઠકો પૈકી 4 બેઠકો અનુ.જાતી માટે જે પૈકી 2 બેઠક મહિલા અનામત, અનુ. આદિજાતી અને મહિલા અનામત માટે 1 બેઠક તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 25 બેઠકો જે પૈકી 13 બેઠકો મહિલા અનામત રહેશે તેવું જાણવા મળ્યું છે.