મોરબીના ખાખરાળા ગામે યુવાનની નિર્મમ હત્યા કરનાર આરોપીના પાંચ દિવસના રીમાન્ડ મંજુર મોરબી સેશન્સ કોર્ટે હળવદના ચકચારી પોકસો, અપહરણ, બળાત્કારના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલ કવાર્ટર લાભાર્થીઓ ફાળવવા માટે કવાયત મોરબી મહાપાલિકાના અગ્નિશમન વિભાગના સ્ટાફે હોસ્પિટલ, શાળા અને હોટલના સ્ટાફને આપી તાલીમ વાંકાનેરના જોધપર ગામે માલ ઢોર રોડ સાઇડમાં લેવા માટે યુવાને ટ્રેક્ટરનું હોર્ન વગાડતા ત્રણ શખ્સોએ કર્યો ધારિયા, લાકડી અને પાઇપ વડે હુમલો ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ રસ્તા માટેનો દાવો કોર્ટે નામંજૂર કર્યો ટંકારા તાલુકાનાં મિતાણા પાસેથી કારની ચોરી કરનાર રાજસ્થાની રીઢો ચોર પકડાયો: 6.35  લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાની કોલેજમાં પ્રવેશ લેતા પહેલા હેલ્પ સેન્ટર જી.જે.શેઠ કોમર્સ કોલેજનો સંપર્ક કરો
Breaking news
Morbi Today

મોરબીની ન્યુ જનક સોસાયટીમાં પાણીની કુંડીમાં પડી ગયેલા દોઢ વર્ષનો બાળક સારવારમાં


SHARE















મોરબીની ન્યુ જનક સોસાયટીમાં પાણીની કુંડીમાં પડી ગયેલા દોઢ વર્ષનો બાળક સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ન્યુ જનક સોસાયટીમાં દોઢ વર્ષનો બાળક પાણીની કુંડીમાં પડી જતા તેને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ પર આવેલ ખડિયાવાસમાં રહેતા કરણસિંહ મેડાનો દોઢ વર્ષનો દીકરો રૂગ્નેશ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા મીલ પાસે ન્યુ જનક સોસાયટીમાં પાણીની કુંડીમાં પડી ગયો હતો જેથી કરીને તેને ત્યાંથી તાત્કાલિક બહાર કાઢીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી હતી 

બાળકીનું માતા સાથે મિલન

મોરબીમાં પાંચ વર્ષની બાળકી માતા પિતાથી વિખુટી પડી ગઈ હતી જેથી કરીને રીક્ષા ચાલક પ્રિયા નામની પાંચ વર્ષની બાળકીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈને આવ્યો હતો અને ત્યારબાદ ત્યાંના મહિલા પીએસઆઇ પી.આર. સોનારા તથા તેઓની ટીમ દ્વારા બાળકીના માતા-પિતાની શોખખોળ શરૂ કરવામાં આવી હતી દરમિયાન બાળકીની માતા બબીતા ચંદલશાહ (28) રહે. હાલ લક્ષ્મીનગર માળિયા હાઇવે ક્રિશું પોલીપેક મોરબી મૂળ રહે બિહાર વાળા મળી આવતા બાળકીને તેને સોંપી આપેલ છે

યુવાન સારવારમાં

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મીતાણા ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં માજુભાઈ મગનભાઈ બામણીયા (18) નામના યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે પ્રથમ ટંકારા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવા આવી હતી જેથી પોલીસે પ્રાથમિક તપાસ કર્યા બાદ આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોય ત્યાં આ બનાવની જાણ કરેલ છે






Latest News