મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓ માટે ફ્રિ નેત્ર નિદાન કેમ્પ યોજાયો
વાહ રે વિકાસ, મોરબી રાજકોટ રોડ બને તે પહેલા જ તૂટવા લાગ્યો
SHARE
વાહ રે વિકાસ, મોરબી રાજકોટ રોડ બને તે પહેલા જ તૂટવા લાગ્યો
મોરબીથી રાજકોટ સુધીનો હાઇવે છેલ્લા ઘણા વર્ષોથી બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે અને હજુ તો કામ ચાલી રહ્યું છે ત્યાં રોડમાં ખાડ પડવા લાગ્યા છે જેથી કરીને આ બાબતે રાજ્યના માર્ગ અને મકાન મંત્રાલયમાં લેખિતમાં રજૂઆત કરીને રોડનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે તેમજ ભારે વરસાદના લીધે મોરબીના માળીયા વનાળિયા વિસ્તારમાં લોકોના કાચા મકાનોને નુકશાન થયેલ છે જેથી વળતર આપવાની માંગ કરવામાં આવી છે.
હાલમાં ટંકારાના વીરપર ગામે રહેતા પરાગકુમાર મુંદડીયાએ રાજ્યના માર્ગ અને મકાન મંત્રાલયમાં લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, મોરબીથી રાજકોટને જોડતો જે મુખ્ય હાઇવે આવેલ છે તે નવા રોડનું કામ હજુ ગણતરીના મહિના થયા છે ત્યાં તે રોડ મગરની પીઠ જેવો થઇ ગયો છે અને જયા ખાડા પડે છે ત્યાં સીમેંટના બ્લૉક્સ નાંખી દેવાના આવે છે જેથી કરીને બાઈક તથા કાર લઈને જતાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને તેવી શક્યતા છે માટે આ રોડને તાત્કાલિકના ધોરણે રિપેર કરવામાં આવે તેવી માંગ કરી છે. અને ખાસ કરીને શક્ત સનાળાથી ટંકારા ગામ સુધીનો રોડ વધુ ખરાબ થઈ ગયેલ છે માટે સારી રીતે રોડનું સમારકામ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.
માળીયા વનાળિયા વિસ્તારમાં ભારે વરસાદથી લોકોન ઘરમાં નુકશાન
તો મોરબીના માળીયા વનાળીયા વિસ્તારમાં ભારે વરસાદથી કાચા મકાનોને નુકસાન થયેલ છે જેથી કરીને વળતર અપાવવા માટે ગામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રી મારફતે લેખિત રજૂઆત કરવામાં આવી છે અને માળીયા વનાળીયામા આવતા અનુસુચિત વિસ્તારો જેવા રામદેવનગર, ઉમીયા નગર, શક્તિ સોસાયટી, ભીલનગર વિવિધ વિસ્તારમાં આવતા કાચા મકાનોમાં તાજેતરમાં ભારે વરસાદથી નુકસાન થયેલ છે અને સ્થાનિક રહેવાસીઓ તથા ગરીબ પરિવારોના કાચા નળિયા વાળા મકાનોમાં થયેલ નુકસાનને ધ્યાને રાખીને સરકાર તરફથી વળતર આપવામાં આવે તેવી સ્થાનિક રહેવાસી અને સામાજિક કાર્યકર એવા રામજીભાઈ જેઠાભાઈ ચાવડાએ માંગ કરી છે