મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં એગ્રી સ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો વીસીઇ દ્વારા બહિષ્કાર


SHARE









મોરબી જિલ્લામાં એગ્રી સ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો વીસીઇ દ્વારા બહિષ્કાર

ગુજરાત સરકાર દ્વારા એગ્રી સ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (વીસીઇ) પાસે કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લાના વીસીઇ દ્વારા ડીડીઓ અને કલેક્ટરને આવેદનપત્ર આપીને સર્વેની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. અત્રે ઉલેખનીય છે કે, ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા વીસીઇ જે આવેદન આપ્યું છે તેમાં જણાવ્યુ છે કે, તેઓનું કામ પંચાયત કચેરીમાં બેસીને કરવાનું છે. જ્યારે એગ્રી સ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી ફિલ્ડમાં જઈને કરવાની છે. તો જો વીસીઇ ફિલ્ડમાં જઈને સર્વે કરશે તો પંચાયતમાં આવતા અરજદારોની કામગીરી ખોરંભે ચડી જશે. અને આ સર્વેની કામગીરી માટે સર્વે નંબર દીઠ 15 રૂપિયા મહેનતાણું આપવામાં આવે છે જે ઓછું છે. જેથી કરીને ખરેખર 50 થી 60 રૂપિયા ચુકવવા જોઈએ તેમ વીસીઇ મંડળનું કહેવું છે.




Latest News