મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી અને માળીયા શહેરમાંથી એક એક બાઈકની ચોરી


SHARE













મોરબી અને માળીયા શહેરમાંથી એક એક બાઈકની ચોરી

માળીયા શહેરના વાગડિયા ઝાપા પાસેથી તેમજ મોરબીની વાવડી ચોકડી પાસેથી જુદા જુદા બે બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીની ફરિયાદ આપવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયાના વાગડિયા ઝાપા પાસે નાના દહીસરા ગામે રહેતા સબીરભાઈ મુસાભાઇ સુમરા (21) નામના યુવાને તેનું બાઇક નંબર જીજે 36 કયું 9382 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને 25,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી શહેરની વાવડી ચોકડી પાસે આવેલ મહેશ પાનની બાજુમાં મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા અને સીરામીકનો ધંધો કરતા કલ્પેશભાઈ પ્રેમજીભાઈ મેવા જાતે પટેલ (37) નામના યુવાને પોતાનું બાઈક નંબર જીજે 36 એએ 7033 પાર્ક કરીને મૂક્યું હતું જે 25,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News