હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો મોરબી જિલ્લામાં શાળા બહારના બાળકોનો  ડિસેમ્બર માહિનામાં વિશેષ સર્વે હાથ ધરાશે  વાંકાનેરના લાલપર પાસે બેફામ સ્પીડમાં આવતી કારે સ્કૂટરને હડફેટે લેતા ગ્રાફિક ડિઝાઇનર યુવતીનું મોત મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન


SHARE







































મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન

દવાઓ સામે બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવોમાં પ્રતિકારક ક્ષમતા વધવાની ગંભીર સમસ્યા એટલે કે એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) સામે વ્યાપક જનજાગૃતિ કેળવવાના હેતુસર મોરબી જિલ્લામાં તા. ૧૮ થી ૨૪ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘વિશ્વ AMR જાગૃતિ સપ્તાહ’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય દુલકજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ અભિયાનની શરૂઆત કરાઈ હતી.

 “એક આરોગ્ય, એક પહેલ : AMR ને અત્યારે જ અટકાવો” ની થીમ હેઠળ માનવ, પશુ અને પર્યાવરણના સ્વાસ્થ્યને જોડીને વિવિધ જનજાગૃતિ, તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમો યોજાશે. આ સપ્તાહ દરમિયાન સરકારી અને ખાનગી તબીબો, આરોગ્ય કર્મચારીઓ, ફાર્માસિસ્ટ તેમજ શાળા-કોલેજોમાં AMR સામેના પડકારો અને નિવારણના ઉપાયો અંગે વિશેષ સેમિનાર યોજવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ નાગરિકોને તબીબી સલાહ અને પ્રિસ્ક્રિપ્શન વિના એન્ટીબાયોટિક્સ ન લેવા, જૂના પ્રિસ્ક્રિપ્શન કે અન્ય વ્યક્તિની દવા ન વાપરવા તેમજ તબીબની સૂચના મુજબ દવાનો કોર્સ પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. શરદી કે વાયરલ તાવ જેવા વાયરસજન્ય રોગોમાં એન્ટીબાયોટિક્સ અસરકારક ન હોવાથી આવી બીમારીઓમાં પોતાની રીતે એન્ટીબાયોટિક્સ લેવાનું ટાળવા ખાસ ભાર મૂકાયો હતો.

AMR ની અસર આજની સાથે આવનારી પેઢીના આરોગ્ય પર પણ પડી શકે તેમ હોવાથી જવાબદાર દવા ઉપયોગ અને ચેપ નિયંત્રણની સારી ટેવો અપનાવવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, GMERS મેડિકલ કોલેજના ડીનશી ડો. નીરજ બિશ્વાસ, ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા અને આરોગ્ય સમિતિના ચેરમેન પુષ્પાબેન વાળા તથા શિક્ષણ, આરોગ્ય, ફૂડ એન્ડ ડ્રગ, ખેતીવાડી અને પશુપાલન વિભાગના અધિકારીઓ, તાલુકા હેલ્થ ઓફિસરઓ અને સંબંધિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે
















Latest News