મોરબી જિલ્લામાં શાળા બહારના બાળકોનો ડિસેમ્બર માહિનામાં વિશેષ સર્વે હાથ ધરાશે
વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો
SHARE
વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો
પ્રકૃતિનું જતન, પર્યાવરણનું સંવર્ધન અને પશુપાલકો માટે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત ઘાસચારો ઉપલબ્ધ કરાવવો એ સરકારના વન વિભાગની અગ્રીમ પ્રાથમિકતા રહી છે. મોરબી વન વિભાગ હેઠળના કાલિકાનગર ક્ષેત્રિય રેન્જ અંતર્ગત આવતી કાલીકાનગર વીડીમાં વન વિભાગની ટીમની જહેમતથી વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન GDP યોજના હેઠળ કાલીકાનગર વીડી ખાતે હાથ ધરવામાં આવેલા ૧૫૫ હેક્ટર વિસ્તારના ઘાસ વાવેતર પ્રોજેક્ટે વેરાન અને પથરાળ જમીનનું ચિત્ર જ બદલી નાખ્યું છે. મોરબી ડિવિઝન હેઠળ આવેલી આ પ્રકારની વીડીમાંથી મળતા ઘાસનું અતિવૃષ્ટિ ak અનાવૃષ્ટિ વખતે જરૂર પડે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત દરે વેચાણ કરવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા ૩-૪ વર્ષમાં અંદાજિત ૬૭ લાખ કિલો ઘાસનું વેચાણ કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે આ વેચાણની કામગીરી પ્રગતિ હેઠળ છે અને હાલ અત્યાર સુધીમાં અંદાજિત ૧૧ લાખ કિલો ઘાસનું વેચાણ કરવામાં આવ્યું છે.
સુઆયોજિત આયોજન અને તબક્કાવાર કામગીરી હેઠળ આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ચોમાસા પૂર્વેથી જ ઝીણવટભર્યું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ સમગ્ર ૧૫૫ હેક્ટર વિસ્તારમાં સાઈટ ક્લીનીંગ કરી અનિચ્છનીય વનસ્પતિ અને નડતરરૂપ ઝાડી-ઝાંખરા દૂર કરવનમાં આવ્યા હતા. આ ઉપરાંત, જમીનને ફળદ્રુપ બનાવવા અને ઘાસની વૃદ્ધિમાં નડતરરૂપ ‘કુવાડીયા’ જેવા નીંદણને દૂર કરવા માટે ટ્રેક્ટર દ્વારા વિશેષ દવા છંટકાવની કામગીરી પણ કરવામાં આવી હતી. વીડીના રક્ષણ માટે કાંટાળી વાડ બનાવી રસ્તાઓનું સમારકામ તથા નિર્માણ કરવામાં આવ્યું છે.
Grassland Vidi Improvement (૬૫ હેક્ટર), Non Irrigated Undulating Vidi Area (૨૦ હેક્ટર) અને Site cleaning & cultivation (૭૦ હેક્ટર) જેવા વિવિધ મોડેલ હેઠળ ચોમાસાની શરૂઆતમાં જૂન-જુલાઈ માસ દરમિયાન ઘાસના બીજનું વાવેતર કરવાનું આયોજન કરાયું હતું. ગત વર્ષે સ્થાનિક સ્તરે એકત્રિત કરેલા ઘાસના બીજને માટી તથા વર્મી કમ્પોષ્ટ ખાતર સાથે મિશ્રિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વીડી વિસ્તારમાં ૫ સે.મી. × ૫ સે.મી. × ૫ સે.મી. ના કદના પ્રતિ હેક્ટર ૧,૦૦,૦૦૦ જેટલા ‘ટચકા પધ્ધતિ સાથે મિશ્રણનું વૈજ્ઞાનિકઢબે વાવેતર કરવામાં આવ્યું છે. યોગ્ય સમયે પડેલા વરસાદ અને આ સઘન મહેનતના પરિણામે આજે સમગ્ર વીડી વિસ્તારમાં ઘાસ ઉગી નીકળવાનો દર અત્યંત ઊંચો રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ વીડી વિસ્તાર સૂકો અને ઘાસ વિહોણો હતો, જેના કારણે ઉનાળા કે દુષ્કાળના સમયમાં પશુઓના નિભાવ માટે ઘાસચારાની મોટી સમસ્યા સર્જાતી હતી. પરંતુ વન વિભાગની જહેમતથી આજે આખી વીડી લીલીછમ ઘાસથી લહેરાઈ રહી છે. અહીં ઉત્પન્ન થયેલો ગુણવત્તાયુક્ત ઘાસચારો પશુઓ માટે મોટો સહારો બન્યો છે. કાલીકાનગર વીડી ખાતે વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ આ ઘાસ વાવેતર અને જમીન સુધારણા પ્રોજેક્ટ માત્ર એક વનકીય પ્રવૃત્તિ નથી, પરંતુ પર્યાવરણની રક્ષા સાથે ગ્રામીણ અર્થતંત્ર અને પશુપાલકોના કલ્યાણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ચોકસાઈપૂર્વકનું આયોજન અને વહીવટી તંત્રની નિષ્ઠાએ વેરાન ભૂમિને સમૃદ્ધ હરિયાળીમાં પરિવર્તિત કરી દીધી છે જે પર્યાવરણના સંવર્ધન સાથે આપદાઓકે વખતે સંકટ સમયની સાંકળ પણ સાબિત થઈ રહી છે.