રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી નજીક શક્તિ ચેમ્બર પાસે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિજાવનાર બાઇક ચાલક સામે ગુનો નોધાયો


SHARE









મોરબી નજીક શક્તિ ચેમ્બર પાસે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિજાવનાર બાઇક ચાલક સામે ગુનો નોધાયો

મોરબી નજીક શક્તિ ચેમ્બર પાસેથી યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને બાઈક ચાલકે હડફેટે લેતા યુવાનને માથામાં તથા હાથે અને પગે ઇજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ટૂંકી સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા બાઇક ચાલકની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં માળિયા વનાળીયા પાસે આવેલ શક્તિ સોસાયટીમાં રહેતા બાબુભાઈ અવચરભાઈ ઉપસરીયા (45) એ હાલમાં બાઈક નંબર જીજે 36 કે 9837 ના ચાલકની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ શક્તિ ચેમ્બર સામેથી તેનો ભાઈ સવજી અવચરભાઈ ઉપસરીયા (40) સવારે 9:30 વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યો હતો અને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ફરિયાદીના ભાઈને માથાના ભાગે તથા જમણા હાથ અને પગમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News