મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ભત્રીજાને ગાળો આપનારા કાકાને ભાઈ-ભાભીએ ઢીબી નાખ્યો, મારી નાખવાની ધમકી: મોરબી તાલુકામાં જુગારની બે રેડ


SHARE













મોરબીમાં ભત્રીજાને ગાળો આપનારા કાકાને ભાઈ-ભાભીએ ઢીબી નાખ્યો, મારી નાખવાની ધમકી: મોરબી તાલુકામાં જુગારની બે રેડ

મોરબી શહેરના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા યુવાને તેના ભત્રીજાને ગાળો આપી હતી જેથી કરીને તે યુવાનને તેના ભાઈ, ભાભી આ ને ભત્રીજાએ ઢીકાપાટુ અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર વિસ્તારમાં રામકુવા પાસે રહેતા જગદીશભાઈ દિનેશભાઈ ઉર્ફે દિલીપભાઈ ડાભી (40) નામના યુવાને હાલમાં તેના ભાઈ ભરતભાઈ દિનેશભાઈ ઉર્ફે દિલીપભાઈ ડાભી, રંજનબેન ભરતભાઈ ડાભી અને નિલેશભાઈ ભરતભાઈ ડાભી રહે. બધા ત્રાજપર ખારી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને તેના ભત્રીજાને ગાળા આપી હતી જેથી કરીને તેના ભાઈ અને ભાભી ઠપકો આપવા માટે આવ્યા હતા અને ત્યારે ભાઈ, ભાભી અને ભત્રીજાએ ફરિયાદી યુવાનને ઢીકાપાટુનો અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં પોલીસે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જુગારની જુદીજુદી બે રેડ

મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ પેપરમીલની પાછળના ભાગમાં બાવળની જાળીમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં બે શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે સંજયભાઈ અવચરભાઈ ઝંઝવાડીયા (21) અને સિકંદરભાઈ અમૃતભાઇ કટીયા (24) રહે. બંને વીસીપરા વાળાની 550 ની રોકડ સાથે ધરપકડ કરી હતી આવી જ રીતે જુગારની બીજી રેડ ટિંબડી ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાની પાછળમાં જાહેરમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુગાર રમતા વિશ્વાસ કાનજીભાઈ પાટડીયા (31) રહે. વીસીપરા અને જગદીશભાઈ ધીરુભાઈ રેણુકા (25) રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 610 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારના જુદાજુદા બે ગુના નોંધીને કાર્યવાહી કરી હતી.






Latest News