મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં અનેક ગામડાઓમાં કંપોસ્ટ પીટ-સેગ્રીગેશન શેડના કામોનું ખાતમુહૂર્ત-લોકર્પણ કરાયું


SHARE







































મોરબી જિલ્લામાં અનેક ગામડાઓમાં કંપોસ્ટ પીટ-સેગ્રીગેશન શેડના કામોનું ખાતમુહૂર્ત-લોકર્પણ કરાયું

સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અને હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાની સાથે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે બાબત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. શહેરી કે ગ્રામીણ વિસ્તારમાંથી ફક્ત કચરો એકત્ર કરી સાફ-સફાઈ કરવાથી સ્વચ્છતાનો હેતુ સિદ્ધ નથી થઈ શકતો. કેમકે જ્યાં સુધી આ કચરાનું યોગ્ય નિકાલ કે વ્યવસ્થાપન કરવામાં ના આવે ત્યાં સુધી એ કચરો ફરીથી ગંદકીનું કારણ બની શકે છે. જિલ્લાઓમાં જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કચરાના યોગ્ય વ્યવસ્થાપન હેતુ કંપોસ્ટ પીટ અને સેગ્રીગેશન શેડ બનાવવામાં આવે છે. સ્વચ્છતાના ભાગરૂપે એકત્ર કરવામાં આવેલો કચરાના વ્યવસ્થાપન માટે આ કંપોસ્ટ પીટ કે સેગ્રીગેશન શેડ ખૂબ અગત્યના સંસાધનો છે. કે જ્યાં સૂકા તથા ભીના કચરા માટે યોગ્ય વ્યવસ્થા કરી કચરાનું વ્યવસ્થાપન કરવામાં આવે છે.  હાલ મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી રહેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છ ભારત મિશન હેઠળના તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારના સ્ટાફ દ્વારા નવનિર્મિત કંપોસ્ટ પીટ તથા સેગ્રીગેશન શેડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તથા નવા બનાવવામાં આવનાર કંમ્પોસ્ટ પીટ તથા સેગ્રીગેશન શેડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
















Latest News