મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી: કારખાના નજીકથી મળી આવેલ બાળકીને બાળ સુરક્ષા એકમમાં સોપવામાં આવી


SHARE













મોરબી: કારખાના નજીકથી મળી આવેલ બાળકીને બાળ સુરક્ષા એકમમાં સોપવામાં આવી

181 મહિલા હેલ્પલાઇન પર એક જાગૃત નાગરિકનો કોલ આવેલ હતો અને જણાવ્યુ હતું કે, એક ત્રણ વર્ષની બાળકી મળી આવેલ છે જેથી કરીને 181 ની ટિમ બાળકીની મદદ માટે રવાના થયેલ હતી અને કાઉન્સિલિંગ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, બાળકી અંદાજિત 3થી 4 કલાકથી ત્યાં દુકાન પાસે બેસેલ હતી અને તેને તેનું નામ કે પપ્પાનું નામ આવડતું ન હતું.

આ બાળકી રડતી હોવાથી બાળકીને શાંત કરેલ અને બાળકીને પાણી પીવડાવી નાસ્તો કરાવ્યો હતો અને બાળકી પાસેથી તેના વિશે જાણવાનો પ્રયત્ન કરેલ જેમાં બાળકી એ તેમનું નામ લલિતી જણાવેલ હતું અને તે રૂમ પર રહે છે તેમ જણાવેલ બાળકી હિન્દી ભાષામા વાત કરેલ ત્યાર બાદ બાળકીને લઇ ને આસપાસના કારખાના પર ગયેલ જેમાં બાળકીને કોઈ ઓળખતું ન હોય કે બાળકી કોઈને ઓળખતી ના હોય ત્યાર બાદ બાળ સુરક્ષા ટીમના એક અધિકારી આવેલ જેમાં તેમની સાથે મળીને બીજી તરફ ના કારખાના મા બાળકી વિશે પૂછ પરછ કરેલ જેમાં બાળકી ઝારખંડના વ્યક્તિઓ જે કારખાનામા કામ કરતા હોય તેમની ભાષા સમજેલ જેમાં બાળકી કહેતી હોય કે તેને કય ખબર નથી જેમાં આજુ બાજુના કારખાના વાળાઓને જણાવેલ બાળકીના માતા પિતા બાળકીને શોધતા જણાય તો મોબાઈલ નંબર પર સંપર્ક કરવા જણાવેલ અને કારખાના વાળા ગ્રુપમા બાળકી વિશે જાણ કરેલ  શોધખોળ કરેલ છતાં પણ બાળકીના વાલી વારસ મળેલ ન હોવાથી સુરક્ષા એકમના મહિલા અધિકારી આવ્યા બાદ બાળકીને આગળની કાર્યવાહી માટે બાલ સુરક્ષા એકમને સોંપેલ છે.






Latest News