મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની શ્રી માથક પે સેન્ટર શાળામાં સી.આર.સી.કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તથા કલા ઉત્સવનું આયોજન


SHARE

















મોરબીની શ્રી માથક પે સેન્ટર શાળામાં સી.આર.સી.કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તથા કલા ઉત્સવનું આયોજન

શ્રી માથક પે.સેન્ટર શાળા ખાતે જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી દ્વારા આયોજિત સી.આર.સી. કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તથા કલા ઉત્સવનું સી.આર.સી. કો-ઓર્ડીનેટર તથા શ્રી માથક પે સેન્ટર શાળા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માથક ક્લસ્ટરમાં સમાવિષ્ટ કુલ ૯ શાળાના વિદ્યાર્થીઓએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન  કુલ પાંચ ભાગોમા કરવામાં આવ્યું હતું. જેમા ખોરાક,આરોગ્ય અને સ્વચ્છતા, પરિવહન અને પ્રત્યાયન, કુદરતી ખેતી, ગાણિતિક નમૂનાઓ અને ગણનાત્મક વિચારણા કચરાનું વ્યવસ્થાપન અને સંસાધન વ્યવસ્થાપન જેવા કુલ પાંચ વિભાગોમાં અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી. જેમાં પ્રથમ વિભાગમાં શિવપુર પ્રાથમિક શાળાની કૃતિ ઇકો ફ્રેન્ડલી પ્રિઝર્વેટિવ ટેબલેટને પ્રથમ સ્થાન મળ્યું હતું. બીજા વિભાગમાં સુંદરી પ્રાથમિક શાળાની કૃતિ વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન, ત્રીજા વિભાગમાં માણેકવાડા પ્રાથમિક શાળાની કૃતિ ઓર્ગેનિક ફાર્મિંગ, ચોથા વિભાગમાં ડુંગરપુર પ્રાથમિક શાળાની કૃતિ હોલોગ્રાફી અને પાંચમાં વિભાગમાં માથક પે સેન્ટર શાળાની કૃતિ બીચ સેન્ડ ક્લીનરને પ્રથમ ક્રમાંકો પ્રાપ્ત થયા હતા.

આ સાથે “ગરવી ગુજરાત”ની થીમ આધારિત કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચિત્ર સ્પર્ધા ,ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્ર સ્પર્ધામાં શ્રી માથક પે સેન્ટર શાળાની દિવાન આલિયાએ પ્રથમ, સમલી પ્રાથમિક શાળાની રાઠવા મનીષાએ  દ્વિતીય અને રાતાભે પ્રાથમિક શાળાની કેરવાડીયા માનસીએ તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. બાળ કવિ સ્પર્ધામાં માણેકવાડા પ્રાથમિક શાળાની કટોણા મમતાએ પ્રથમ, સુંદરી પ્રાથમિક શાળાની રાવલ એકતાએ દ્વિતીય અને માથક પે સેન્ટર શાળાની બોરાણીયા જાનવીએ તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. સંગીત ગાયન સ્પર્ધામાં માણેકવાડા પ્રાથમિક શાળાના રાઠવા શિવરાજને પ્રથમ, રાતાભે  પ્રાથમિક શાળાની કેરવાડીયા હેન્સીને દ્વિતીય અને ખેતરડી પ્રાથમિક શાળાના દેકાવાડિયા સાવનને તૃતીય સ્થાન મળ્યું હતું. આ ઉપરાંત સંગીત વાદન સ્પર્ધામાં શિવપુર પ્રાથમિક શાળાના જેઠલોજા સાગરને પ્રથમ, સમલી પ્રાથમિક શાળાના રાઠવા યશને દ્વિતીય અને ડુંગરપુર પ્રાથમિક શાળાના વિઠલાપરા અલ્કેશને તૃતીય સ્થાન મળ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને માથક પે સેન્ટર શાળાના બાળકોએ ખૂબ જ ઉલ્લાસભેર નિહાળ્યું હતું અને બાળ વૈજ્ઞાનિકોને તેની કૃતિઓ અંગે પ્રશ્નો પણ કર્યા હતા અને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને કલા ઉત્સવ બંને કાર્યક્રમના અંતે માથક ક્લસ્ટરના સી.આર.સી. કો-ઓર્ડીનેટરશ્રી વિરમદેવ ચૌહાણ દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તથા કલાઉત્સવમાં  ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન આપ્યું હતું અને કલા ઉત્સવમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ ઇનામો તથા પ્રમાણપત્ર પણ આપ્યા હતા. આ ઉપરાંત ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પેન અને પેન્સિલના રૂપમાં પ્રોત્સાહક ઇનામો અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા તેમજ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર અને સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડનાર અને નિર્ણાયકની ભૂમિકા ભજવનાર શિક્ષકોને પણ બીરદાવ્યા હતા. અંતે શ્રી માથક પે સેન્ટર શાળાના આચાર્ય નરેશભાઈ સોનગ્રાએ બાળકોને અભિનંદન આપ્યા હતા તથા બી.આર.સી.કક્ષાએ માથક ક્લસ્ટરનું પ્રતિનિધિત્વ કરી માથક ક્લસ્ટરનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપી હતી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવનાર માથક ક્લસ્ટરની અલગ અલગ શાળાઓમાંથી પધારેલ શિક્ષકોનો આભાર માન્યો હતો.




Latest News