મોરબી જિલ્લામાં ગેરકાયદે ચાલતા પશુ કતલખાના બંધ કરવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની કલેકટરને રજૂઆત
મોરબીના પીપળી ગામે માનસધામ સોસાયટીના ઘરમાંથી દારૂની નાની-મોટી ૩૦૯ બોટલ સાથે એકની ધરપકડ
SHARE









મોરબીના પીપળી ગામે માનસધામ સોસાયટીના ઘરમાંથી દારૂની નાની-મોટી ૩૦૯ બોટલ સાથે એકની ધરપકડ
મોરબી તાલુકાના પીપળી ગામ પાસે આવેલ માનસધામ સોસાયટીમાં રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની મોટી કુલ મળીને 309 બોટલ મળી આવતા 33,780 ની કિંમત નો દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના પીપળી ગામ પાસે આવેલ માનસ ધામ સોસાયટીમાં રહેતા પીરાભાઈ બોહરીયા ના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી 309 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 33,780 ની કિંમત નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી પીરાભાઈ જોધાભાઈ બોહરીયા (36) રહે, માનસધામ સોસાયટી પીપળી મૂળ રહે રાપર કચ્છ વાળાની ધરપકડ કરેલ છે તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
બીયરના ટીન સાથે પકડાયો
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ સ્કુલ પાસેથી જાહેરમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બીયરનું એક ટીન મળી આવતા પોલીસે 100 ની કિંમતનો બીયર કબજે કર્યો હતો અને મયુરભાઈ સુરેશભાઈ રાણપરા (39) રહે. રવાપર રેસીડેન્સી ઇસ્કોન એપાર્ટમેન્ટ વાળા ની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
દેશી દારૂ
મોરબી તાલુકાના જાંબુડીયા ગામ ની સીમમાં પાવર હાઉસ પાસેથી એકટીવા નંબર જીજે 36 આઇ 7873 લઈને પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે તેની પાસે રહેલ પ્લાસ્ટિકના બાચકા ને ચેક કરતા તેમાંથી 25 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 5,000 રૂપિયાની કિંમતનો દારૂ અને 30,000 ની કિંમત વાહન આમ કુલ મળીને 35,000 ની કિંમતના મુદ્દા માલ સાથે રાજુભાઈ વાસુદેવભાઈ ભંભાણી (50) રહે લાભનગર ધરમપુર રોડ મોરબી વાળા ની ધરપકડ કરી હતી અને આ દારૂનો જથ્થો યાસ્મીનબેન ઉર્ફે આરતી સંજયભાઈ અગેચાણીયા રહે. શોભેશ્વર રોડ મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હોય મહિલા સહિત બે સામે ગુનો ન થયો છે અને મહિલા બુટલેગરને પકડવા માટે તાલુકા પોલીસે તજવીજ શરૂ કરી છે.
