વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા સુવર્ણ પ્રાશન સંસ્કાર કેમ્પ યોજાયો મોરબી જિલ્લામાં ૨૧ ઓક્ટોમ્બરે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ
Breaking news
Morbi Today

મોરબીમાંથી અપર્હત સગીરા સગીર આરોપી સાથે મનાલીથી મળી


SHARE











મોરબીમાંથી અપર્હત સગીરા સગીર આરોપી સાથે મનાલીથી મળી

મોરબીના જુના બસ સ્ટેશન પાસેના વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારની સગીરાનું થોડા દિવસો પહેલા અપહરણ થયું હતું અને જેની તપાસ દરમિયાન એ ડિવિઝન પોલીસે ભોગ બનેલ સગીરાને સગીર આરોપીની સાથે મનાલી ખાતેથી હસ્તગત  કરી હતી.આરોપી (કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર) પણ સગીર હોવાના લીધે તેને રાજકોટ બાળ સુધારણા ગૃહમાં મોકલવામાં આવ્યો હોવાનું હાલ પોલિસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી એ ડીવીજન પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના જુના બસ સ્ટેશન પાસે આવેલા ઘાંચી શેરી વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું થોડા સમય પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું. ભોગ બનેલ સગીરા તેમજ આરોપી બંને કુલુ મનાલી ખાતે હોવાની બાતમી મળતા પોલીસ સ્ટાફએ ત્યાં પહોંચીને ભોગ બનેલ સગીરાને હસ્તગત કરી હતી.અને સાથે મળી આવેલ આરોપી પણ સગીર વયનો હોવાના લીધે તેને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.કોર્ટ તરફથી હુકમ કરાતા હાલ તેને રાજકોટ બાળ સુધારણા ગૃહમાં મોકલી આપવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભોગ બનેલ સગીરાના ઘર નજીક આરોપીના કૌટુંબિક સગા રહેતા હોય તે ત્યાં આવતો જતો હતો.જેથી કરીને સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી અને બાદમાં તેણીને મનાલી ખાતે ફરવા માટે લઈ ગયો હતો.પોલીસ દ્વારા સગીરાના મેડિકલ સહિતની આગળની તજવીજ હાથ ધરાય છે.

રાજકોટ ખસેડાયા

મોરબીના રફાળેશ્વર ગામથી જોધપર જતા રસ્તા ઉપર બાઈક અકસ્માત થયો હતો.જેમાં બાઈક લઈને જઈ રહેલ વિનોદભાઈ રાયધનભાઈ મંઢ (ઉંમર ૩૪) રહે.મેઘપર તાલુકો માળીયા મીયાણા જીલ્લો મોરબી ના બાઇકને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હળફેટ લીધું હતું જે બનાવમાં વિનોદભાઈને ઇજાઓ થતા મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને હાલ ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હોય તાલુકા પોલીસ મથકના બી.જી. દેત્રોજા દ્વારા આ અકસ્માત બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.




Latest News