વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામની લેન્ડ ગ્રેબિંગ ફરિયાદમાં આરોપીઓના આગોતરા જામીન મંજૂર


SHARE







ટંકારાના ઓટાળા ગામની લેન્ડ ગ્રેબિંગ ફરિયાદમાં આરોપીઓના આગોતરા જામીન મંજૂર

ટંકારા તાલુકાના ઓટાળા ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુન્હાના કામે ત્રણ આરોપીના આગોતરા જામીન માટેની અરજી મૂકવામાં આવી હતી જે આગોતરા જામીન મંજૂર કરવામાં આવેલ છે.

ટંકારા પોલીસ મથકે વર્ષ 2021 માં ઓટાળા ગામના ખેડૂતો પર કલેકટર મોરબીના હુકમથી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયેલ હતી અને ફરિયાદીની ખેડવાણ જમીન પર કુલ પાંચ આરોપીઓ દ્વારા ૨૦ વર્ષથી ગેરકાયદેસર કબજો કરેલ છે. જે ગુનાના કામે મોરબીની એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં મોરબી જીલ્લાના યુવા વકીલ ધ્રુવીલ ભીમાણી મારફતે ત્રણ આરોપીઓની આગોતરા જામીન માટેની અરજી કરવામાં આવી હતી અને ત્યાર બાદ કોર્ટમાં વકીલે કરેલ ધારદાર દલીલને ધ્યાને રાખીને કોર્ટે ત્રણેય આરોપીઓની આગોતરા જામીનની અરજી મંજૂર કરેલ છે.






Latest News