મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં અર્વાચિન દાંડિયા રાસના ક્રેઝ વચ્ચે પણ પ્રાચીન ગરબીઓનું મહાત્મય અને મહત્વ આજની તારીખે અખંડ


SHARE













મોરબીમાં અર્વાચિન દાંડિયા રાસના ક્રેઝ વચ્ચે પણ પ્રાચીન ગરબીઓનું મહાત્મય અને મહત્વ આજની તારીખે અખંડ

શક્તિ ચોક, માં ગરબી, માધાપર, મંગલભુવન, હાઉસિંગ બોર્ડની ગરબી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર: દેશી વાજિંત્રો તબલા, હર્મોન્યમ, દોકડ, મંજીરા, ઢોલ વિગેરે કરશે જમાવટ: બહારના ગાયક કલાકારો નહિ પરંતુ સ્થાનિક લોકો જ બોલાવશે ગરબાની રમઝટ

નવરાત્રી એટલે કે માતાજીની ભક્તીનો તેહવાર છે પરંતુ વર્તમાન સમયમાં અર્વાચિન દાંડિયા રાસનો ક્રેઝ વધી ગયો હોવાથી ભક્તિ કરતા મોજ શોખનો તહેવાર બની ગયો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે તેવા સમયે મોરબીના જુદા જુદા વિસ્તારોમાં આજની તારીખે પણ પ્રાચીન ગરબીઓનો દબદબો જોવા મળી રહ્યો છે અને ગરબે ઘૂમતી બાળાઓને જોવા માટે મોરબીવાસીઓ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો ઉમટી પડતા હોય છે

આધુનિકતા અને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણની આંધળી દોટમાં દિવસેને દિવસે શેરી ગરબા, ગરબી વિગેરેનું મહત્વ ઘટતું જાય છે ત્યારે ગરબી અને પ્રાચીન સાંસ્કુતિ જળવાઈ રહે તે માટે ગરબી મંડળોના આયોજકો દ્વારા અને ખાસ કરી ને ગરબીમાં રેહતી બાળાઓ દ્વારા ખુબા જ મેહનત કરવામાં આવી રહી છે આવતી કાલથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રીમાં લોકોની સમક્ષ બાળાઓ દ્વારા અવનવા રસ રજૂ કરવામાં આવશે અને આ રસને તૈયાર કરવા માટે દોઢથી બે મહિના સુધી બાળાઓ દ્વારા પ્રેકટીશ કરવામાં આવે છે.

મોરબીની શક્તિ ચોક ગરબી, માધાપર વિસ્તારની ગરબી, મહેન્દ્રપરા, ગાયત્રી પરિવાર ગરબી મંડળ, મંગલભુવન ચોક ગરબી, હાઉસિંગ બોર્ડ વિસ્તારની ગરબી સહિતની જગ્યાએ ગરબી જોવા માટે લોકોને બેઘડી ઉભા રેહવું જ પડે તેવી ગરબી આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીનો ખાટકીવાસ વિસ્તાર કે, જેની આસપાસમાં મુસ્લિમ લોકોની વસ્તી વધુ છે તે એરિયામાં મોરબીની નંબર વન કહી શકાય તેવી શક્તિ ચોકની ગરબીક્રિપાલસિંહ ઝાલા તેમજ તેની ટીમ દ્વારા કરવામાં આવે છે. આ ગરબીમાં ન માત્ર હિંદુ પરંતુ મુસ્લિમ બાળાઓ પણ માતાજીના ગરબા પર અવનવા રાસ રજુ કરતી હોય છે જેથી આ ગરબી કોમી એકતાના પ્રતીકની સાથોસાથ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે ઉલેખનીય છે કે આ ગરબી ના આયોજકો દ્વારા નવ દિવસ સુધી માતાજીની આરાધના કરતી બાળાઓને સોનાની દાગીનાની લાહણી દાતાઓના સહયોગથી છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે.

જયારે મોરબીના માધાપર વિસ્તાર માં છેલ્લા ૧૩૬ વર્ષથી માધાપર ગરબી મંડળના આયોજકો દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારની જકામજોડ વગર આજની તારીખે દેશી વાજિંત્રો તબલા, હર્મોન્યમ, દોકડ, મંજીરા, ઢોલ વિગેરેનો ઉપયોગ કરીને ગરબીની જમાવટ કરવામાં આવે છે આ ઉપરાંત આ ગરબીની બીજીએ પણ વિશેષતા છે કે ગરબા ગાવા માટે બહારથી કોઈ ગાયકને બોલાવવામાં આવતા નથી આ વિસ્તારમાં જ રેહતા લોકો વાજિંત્ર વગાડે છે અને માતાજીના ગરબા ગાતા હોય છે

તેવી જ રીતે શહેરના નવલખી રોડ પર આવેલ ધકાવાડી મેલડી માતાજીના મંદિર પાસે પણ પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે જયા બાળાઓ દ્વારા અવનવા રસની રામજટ  બોલાવવામાં આવતી હોય દાતાઓ તરફથી ગરબીના આયોજકોને છુટા હાથે દાન દેવામાં આવે છે અને એક મહત્વની અને નોંધ લેવા જેવી વાત એ પણ છે કે, ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે યોજાતી ગરબીમાં આવતી બાળાઓને લહાણી આપવામાં આવે ત્યાંર પછી પણ જો આયોજકો પાસે રકમ વધે તો તેનો ઉપયોગ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જેનો લાભ ઘણા ગરીબ પરિવારને મળે છે

આમ મોરબીમાં અર્વાચીન દાંડિયા રાસના આયોજનો છેલ્લા વર્ષોથી થાય છે પરંતુ આજની તારીખ શહેરના જુદાજુદા વિસ્તારોમાં યોજાતી પ્રાચીન ગરબીઓએ તેનું મહાત્મય અને મહત્વ જાળવી રાખ્યું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ખાસ કરીને પ્રાચીન ગરબીમાં જયારે બાળાઓ દ્વારા રાસ રજુ કરવામાં આવતા હોય છે તે જોયને હાજર રહેલા લોકો બોલી ઉઠતા હોય છે કે આને કેહવાય માતાજીની સાચી ભક્તિ અને સાચી આરાધના બાકી તો નવરાત્રીમાં લખલૂટ ખર્ચા લોકો દ્વારા કરવામાં આવે છે જે માતાજીની ભક્તિ નહિ પરંતુ મનોરંજન છે તેવું કહ્યે તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી

નવરાત્રીને આવકનું સાધન બનાવી દેનાર માટે મોરબીની માઁ ગરબી મંડળપ્રેરણા સમાન

નવરાત્રી એટલે કે માતાજીની ભક્તીનો તેહવાર છે પરંતુ વર્તમાન સમયમાં અર્વાચિન ડાંડિયા રસનો ક્રેઝ દિનપ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ભક્તિ કરતા મોજ શોખનો તહેવાર નવરાત્રી બની ગયો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીના જુદા જુદા વિસ્તારોમાં આજની તારીખે પણ ગરબીના આયોજકો દ્વારા પ્રાચીન ગરબીઓ યોજવામાં આવી રહી છે અને તેનો દબદબો પણ  જોવા મળી રહ્યો છે અને ગરબે ઘૂમતી બાળોને જોવા માટે મોરબીવાસીઓ પણ ઉમટી પડતા હોય છે જો કે, શહેરના સામાકાંઠે વિસ્તારમાં જયરાજસિંહ જાડેજા અને તેની ટીમ દ્વારા અર્વાચીન રાસોત્સવની જાકમજોડની જેવું જ પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે અને તેમાં બહેનો દીકરીઓ વિના મુલ્યે ફ્રી સ્ટાઈલ ગરબ લેતી હોય છે જેથી મોરબીમાં આરાધનાના નામે આવક રળતા રાસોત્સવના આયોજકો માટે માઁ ગરબી મંડળપ્રેરણા સમાન છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી

મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ તેના મોટાભાઈ મહાવીરસિંહ જાડેજા અને તેની ટીમ દ્વારા માઁ ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમા આસપાસના વિસ્તારમાં રહેતી બહેન દીકરીઓ ફ્રી સ્ટાઈલ ગરબા લેવા માટે આવતા હોય છે જેથી અર્વાચીન રાસોત્સવમાં રૂપિયા ખર્ચીને જવાના બદલે મોરબીના દરેક વિસ્તારમાંથી લોકો અહી ગરબા રમવા માટે આવે છે અને ફ્રિ સ્ટાઇલ ડાંડીયા રાસ તેમજ પ્રાચીન ગરબાની રમઝટ બોલાવતા હોય છે આટલું જ નહિ આ ગરબીમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો સહિતના લોકો અચૂક હાજર રહે છે અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં આરધનાના નામે કમાણી કરવા માટે અર્વાચીન ડાંડિયા રાસના આયોજનો છેલ્લા વર્ષોથી કરવામાં આવે છે જો કે, આવા આયોજકો માટે માઁ ગરબી મંડળપ્રેરણા સમાન છે અને જો આવી જ રીતે બહેન દીકરીઓ વિન મુલ્યે ગરબા રમી શકે તેવું આયોજન કરવામાં આવે તે જરૂરી છે.

પોલસી પરિવાર માટે તાલુકા પોલીસ લાઇનમાં નવરાત્રિનું આયોજન

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ તાલુકા પોલીસ લાઇનમાં છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રિનું આયોજન આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યાં મોરબી જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો માતાજીનાં ગરબે ઘૂમીને આરાધના કરશે








Latest News