હળવદમાં ફાયરિંગ કરીને હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ
SHARE









હળવદમાં ફાયરિંગ કરીને હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ
થોડા સમય પહેલા હળવદ મામલતદાર કચેરી છરી વડે હુમલો કરીને પિસ્તોલથી ફાયરીંગ કરવામાં આવ્યું હતું અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં હળવદ પોલીસે હાલમાં ત્રણ આરોપીને પકડીને કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ તા 26/12/23 ના રોજ બપોરના સમયે હળવદ મામલતદાર કચેરીના દરવાજા પાસે જાહેરમાં ફરીયાદી ઉપર આરોપીઓએ છરી વડે હુમલો કર્યો આતો અને પિસ્તોલ બતાવી ફાયરિંગ કર્યું હતું આ હુમલામાં ઇજા પામેલા વ્યક્તિને સારવારમાં લઈ ગયા હતા અને બાદમાં હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પીઆઇ આર.ટી. વ્યાસ અને તેની ટીમ દ્વારા આરોપી મંગળસિંહ અનોપસિંહ પરમાર (36) રહે. નવા દેવળીયા, વિજયભાઇ જયંતિભાઇ અઘારા (40) રહે. જુના દેવળીયા અને ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો કરશનભાઇ ધામેચા (24) રહે. સુરવદર વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

