મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં ગણતંત્ર પર્વ ઉજવાયો મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી. શાખા દ્વારા નાઈટ-ડ્રાઈવ યોજાઈ મોરબી જિલ્લામાં RBSK ડૉ. અમિત ઘેલાણી-ડૉ.શિતલ જાનીનું કરાયું સન્માન મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે એક શામ શહીદો કે નામ: કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે પ્રજાસતાક પર્વ ઉજવાયો મોરબી જીલ્લામાં જીવામૃત-પ્રાકૃતિક ખેતીના ટેબ્લો નિદર્શન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા કરાયો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી જમીન ઉપર દબાણ કરીને કરેલ કમાણીની રિકવરી-લેન્ડ ગગ્રેબિંગનો ગુનો નોંધવા કોંગ્રેસની માંગ


SHARE











મોરબીમાં સરકારી જમીન ઉપર દબાણ કરીને કરેલ કમાણીની રિકવરી-લેન્ડ ગગ્રેબિંગનો ગુનો નોંધવા કોંગ્રેસની માંગ

મોરબી  શહેર જિલ્લામાં ભાજપના આગેવાનો પહેલા સરકારી જમીનનો કબજો કરે અને પછી કહે કે તેને દબાણ કરેલ જમીન ખાલી કરી નાખેલ છે આ તો કેવી વાતો સરકારી જમીન પર  અત્યાર સુધી દબાણ કરી લાખો રૂપિયાની કમાણી કરી હવે ભાજપના આગેવાન સરકારના પક્ષમાં હોય  સ્વયંભૂ દબાણ દૂર કરીને જમીન ખાલી કરે છે.

મોરબી શહેરની પ્રજાને તો એવું લાગે છે કે મોરબીનું રેવન્યુ તંત્ર અને કલેકટર ભાજપના આ આગેવાનના ઘૂંટણીએ પડી ગયેલ છે. કારણ કે તાજેતરમાં નાગબાઈ માતાજીનાં મંદિરનુ ડિમોલિશન તંત્ર દ્વારા કરવાં આવ્યું છે તો પછી ભાજપના આગેવાને જે સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું તેનું ડિમોલિશન કેમ કરવામાં આવ્યું નહીં ? તેવો સવાલ મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા ઉઠાવવામાં આવેલ છે. અને વધુમાં કહ્યું છે કે સામાન્ય માણસે જો દબાણ કર્યું હોય તો તેની સામે લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવે છે તો પછી ભાજપના આગેવાને તો વર્ષો સુધી સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું તો પછી તેની સામે કેમ અધિકારી દ્વારા લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવી રહી નથી તે પણ તપાસનો વિષય છે. અને વધુમાં મહેશભાઇ રાજ્યગુરુએ કહ્યું છે કે, જો રેવન્યુના અઘિકારી અને કલેકટર ભાજપ કે પછી ભાજપના આગેવાનથી ડરતા ન હોય તો સરકારી જમીન ઉપર દબાણ કરીને ભાજપના આગેવાને જે કમાણી કરેલ છે તેની રિકવરી કરવામાં આવે અને ભાજપના આગેવાન સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી તેની માંગ છે.






Latest News