મોરબીમાં રોડ સાઈડના દબાણ મુદે વિવિધ વેપારી સંગઠનો સાથે મહાપાલિકા મિટિંગ કરીને જરૂરી માહિતી-માર્ગદર્શન આપશે વાંકાનેરના લુણસર-ચિત્રાખડા રોડ ઉપરથી જીવના જોખમે પસાર થતાં વાહન ચાલકો મોરબીમાં વેપારીઓએ દુકાની બહાર પથરા કરેલા માલ સમાનને કમિશનરની હાજરીમાં જપ્ત કરાયો મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાંથી ડીઝલની ચોરી કરવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા ચેક રિટર્નના બે કેસમાં વેપારીનો નિર્દોષ છુટકારો મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ ત્રણ વર્ષની બાળકીનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબીના પીપળી નજીક કારખાનાના કવાર્ટરમાં અજુગતું પગલું ભરી ગયેલ પરિણીતા સારવારમાં
Breaking news
Morbi Today

સુરતમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ ઉપર થયેલ હુમલાના બનાવમાં ફરિયાદ નોંધવા મોરબી કલેક્ટરને આવેદન પાઠવ્યું


SHARE











સુરતમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ ઉપર થયેલ હુમલાના બનાવમાં ફરિયાદ નોંધવા મોરબી કલેક્ટરને આવેદન પાઠવ્યું

માહિતી અધિકાર અધિનિયમનો ઉપયોગ કરતા લોકો પર જોખમ વધી રહ્યું છે ત્યારે આ બાબતે મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સુરતમાં એક તલાટી કમ મંત્રીએ હુમલો કરાવ્યો હતો તેના વિરુદ્ધમાં દરેક જિલ્લામાં આવેદનપત્ર આપવામાં આવે છે અને પગલાં લેવાની માંગ કરવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લામાં કલેકટરને આવેદનપત્ર આપીને પગલાં લેવાની માંગ કરેલ છે.

દેશમાં દરેક નાગરિકને જાણવાનો અધિકાર છે માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫  મુજબ માહિતી માગીને તે જાણી શકાય છે અને જ્યાર થી આ કાયદો અમલમાં આવ્યો છે ત્યાર થી જાગૃત નાગરિકો તે કાયદાનો સદુપયોગ કરીને ભ્રષ્ટાચારીઓ ની પોલ ખોલી છે.  ત્યારથી માહિતી માગતા આરટીઆઇ કાર્યકરો ભ્રષ્ટાચાર આચરતા તંત્રને આંખના કણાની જેમ ખૂંચે છે . અને હવે વિસ્તૃત માહિતી છે તેથી રૂબરૂ આવીને રેકર્ડ જોઈને જે માહિતી જોઈ તે લઈ લેજો તેવું જણાવીને અરજદાર ને  રૂબરૂ બોલાવીને ધમકાવવામાં આવે છે, ધમકીઓ આપે છે, મારકૂટ કરવામાં આવે છે, તેવી અનેક ઘટનાઓ સામે આવી છે. જેમાં તાજેતરમાં જ સુરત જિલ્લાનાં તાતાથૈયા  ગામે તલાટી કમ મંત્રીએ આરટીઆઇ એક્ટિવિસ્ટ દીપકભાઈ પટેલને રૂબરૂ બોલાવેલ અને જ્યાં તેમના ઉપર હુમલો કરી માર મારી  મારી નાખવાની ધમકી આપી હતી.






Latest News