હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન એક્ટ અન્વયે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે


SHARE









મોરબીમાં ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન એક્ટ અન્વયે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

સમગ્ર રાજ્યમાં ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન)- ૨૦૨૧, ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન નિયમો- ૨૦૨૨ અને સુધારા નિયમો- ૨૦૨૪ અન્વયે તબીબી સેવાઓના રજીસ્ટ્રેશન એક્ટના પ્રકરણ- ૨ ની કલમ- ૬ મુજબ ફરજીયાતપણે પૂર્ણ કરાવવાનું રહે છે. રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટે https://clinicalestablishment.gipl.in/ આ પોર્ટલ કાર્યાન્વિત કરવામાં આવ્યું છે.

જે પોર્ટલ પરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. સમગ્ર મોરબી જિલ્લાના વિસ્તારને આ કાયદા હેઠળ આવરી લેવાયેલ હોવાથી જિલ્લાની તમામ ચિકિત્સા પદ્ધતિનિ સંસ્થાઓ જેમ કે એલોપથી, આયુર્વેદિક, યુનાની, નેચરોપથી, યોગા અને સિધ્ધા હેઠળના તમામ ક્લીનીક, હોસ્પિટલ, પ્રસુતિ ગૃહ, નર્સિંગ હોમ,  ડીસ્પેન્સરી, લેબોરેટરી, એમેઝીંગ સેન્ટર, દવાખાના, સેનેટોરિયમ વગેરે કે જેઑ ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટની વ્યાખ્યામાં આવતા હોય, તો તેવા તમામ એકમોને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન પૂર્ણ કરાવવા અંગે જણાવવામાં આવે છે.

આ કાયદા અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યા વિના આવું ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ ચલાવવું કે તબીબી સારવાર કરવી તે આ કાયદા મુજબ ગુન્હો બને છે. આ રજીસ્ટ્રેશન  મેળવવાના માટેના જરૂરી સાધનિક કાગળો અને લાગુ પડતી ફી ઓનલાઈન ભરવાની રહેશે. આ અંગે વિગતવાર માહિતી ઉપરોક્ત વેબપોર્ટલ પર ઉપલબ્ધ છે. આ અંગે રજીસ્ટ્રેશન આગામી તા. ૩૧/૧૦ સુધીમાં મોરબી જિલ્લાની તમામ ચિકિત્સા સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને રજીસ્ટરીંગ ઓથોરીટી ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




Latest News