મોરબીની આયુષ હોસ્પિટલમાં 90 વર્ષના દર્દીની સફળ સારવાર કરીને નવજીવન આપ્યું ગુજરાતથી કેરળ સુધી ૬,૫૦૦ કિમીની સાયકલ યાત્રા ૩૦ જાન્યુઆરીએ મોરબી જિલ્લાના સરવડ ગામે પહોંચશે મોરબીની વાસ્મો કચેરીના યુનિટ મેનેજરનું ‘બેસ્ટ યુનિટ મેનેજર’ તરીકે રાજ્યકક્ષાએ કરાયું સન્માન મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં નવલખી બંદર સહિત ૮ ટાપુઓ ઉપર ૨૫ માર્ચ સુધી પ્રવેશબંધી મોરબીમાં રોડ સાઈડના દબાણ મુદે વિવિધ વેપારી સંગઠનો સાથે મહાપાલિકા મિટિંગ કરીને જરૂરી માહિતી-માર્ગદર્શન આપશે વાંકાનેરના લુણસર-ચિત્રાખડા રોડ ઉપરથી જીવના જોખમે પસાર થતાં વાહન ચાલકો મોરબીમાં વેપારીઓએ દુકાની બહાર પથરા કરેલા માલ સમાનને કમિશનરની હાજરીમાં જપ્ત કરાયો
Breaking news
Morbi Today

જબલપુર ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈની હાજરીમાં સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો


SHARE











જબલપુર ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈની હાજરીમાં સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો

ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ટંકારા તાલુકાના જબલપુર ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અન્વયે ધારાસભ્ય દૂર્લભજીભાઈ દેથરીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જબલપુર ક્લસ્ટર હેઠળના ગામમાંથી આવેલા લોકોને વિવિધ સરકારી સેવાઓનો સ્થળ પર લાભ આપવામાં આવ્યો હતો. ધારાસભ્યએ લોકોને સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સરકારની વિવિધ સેવાઓનો ઘર આંગણે લાભ લેવા અનુરોધ કરતા સરકારની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત સેવાસેતુને સરકારનું જન કલ્યાણકારી પગલું ગણાવી છેવાડાના લોકો માટે આ કાર્યક્રમને આશીર્વાદરૂપ ગણાવ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ અધિકારીઓ તથા જબલપુર ગામ અને સેવાસેતુ ક્લસ્ટર હેઠળના ગામના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News