મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં ગટરના કામ માટે કરેલ ખર્ચા અને ગ્રાન્ટની માહિતી માંગતી કોંગ્રેસ


SHARE











મોરબીમાં ગટરના કામ માટે કરેલ ખર્ચા અને ગ્રાન્ટની માહિતી માંગતી કોંગ્રેસ

મોરબી શહેરમાં ગટરને લગતા જે કામો છેલ્લા વર્ષોમાં કરવામાં આવેલ છે તેમાં કરોડો રૂપિયા વાપરવામાં આવેલ છે તો પણ ઉભરાતી ગટરોની સમસ્યાએ માજા મુકેલ છે. અને લોકો હેરાન છે ત્યારે મોરબી શહેર કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરીને ગ્રાન્ટ અને ખર્ચને લગતી તમામ માહિતી માંગવામાં આવી છે.

મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં ઉભરાતી ગટરોની સમસ્યાએ માજા મુકેલ છે. અને લોકો ત્રાહિમામ થઈ ગયા છે. ત્યારે કેટલાક પ્રશ્નો પૂછીને પાલિકા પાસેથી માહિતી મંગેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી નગરપાલીકાને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની સરકારમાં ભુગર્ભ ગટરના કામ કાજ માટે કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવેલ હતી ? તેમજ આ ગ્રાન્ટ થકી મોરબી શહેરમાં ભુગર્ભ ગટરના કયા કામો થયેલ છે ? જેની ખર્ચ સહિતની માહિતી, પાલીકાને ગટરના કામ કાજ માટે સને-૨૦૧૪ થી આજ દિન સુધી કેન્દ્ર સરકાર દ્વારા કુલ કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે ? તેની વર્ષ વાઈઝ માહિતી માંગવામાં આવી છે.

આ ઉપરાંત મોરબી નગરપાલીકાને ગટરના કામ કાજ માટે સને-૨૦૧૪ થી આજ દિન સુધી રાજય સરકાર દ્વારા કુલ કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે ? જેની વર્ષ વાઈઝ માહિતી આપવી, શહેરમાં સને-૨૦૧૪ થી અત્યાર સુધીમાં કેન્દ્ર કે રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટ દ્વારા કયા કયા કામો કરવામાં આવેલ છે ? તેમજ કયા કામ પેન્ડીંગ છે ? તેની માહિતી, પાલીકા દ્વારા સને-૨૦૧૪ થી આજ દિન સુધી ગટરના કામ કાજ માટે સ્વ-ભંડોળમાંથી કેટલી ગ્રાન્ટ વા૫૨વામાં આવેલ છે ? તેની માહિતી અને પાલીકા પાસે ગટરના કામ કાજ માટે કુલ કેટલી ગ્રાન્ટ અસ્તિત્વમાં છે ? તેની માહિતી માંગવામાં આવેલ છે. અને જો આ માહિતી આગામી ૧૫ દિવસમાં આપવાની રજૂઆત કરેલ છે.






Latest News