મોરબીની પ્રભુ કૃપા ટાઉનશિપમાં રહેતા અને માર્કેટિંગનું કામ કરતાં યુવાને અકળ કારણોસર જીવન ટુકવ્યું
મોરબીના ગુંગણ પાસે ખેત તલાવડીમાં ડૂબી જતા માતા અને પુત્રીનું મોત
SHARE
મોરબીના ગુંગણ પાસે ખેત તલાવડીમાં ડૂબી જતા માતા અને પુત્રીનું મોત
મોરબીના ગુંગણ ગામ પાસે ખેત તલાવડીમાં માતા અને પુત્રી બંને ડૂબી ગયા હતા જેથી કરીને ફાયરની ટીમને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને પાણીમાં ડૂબી ગયેલ માતા અને પુત્રીના બોડીને પાણીમાંથી બહાર કાઢ્યા હતા જે બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ગુંગણ ગામની સીમમાં ભરતભાઈ વિઠ્ઠલભાઈની વાડીમાં રહેતા અને મજુરી કામ કરતાં મૂળ ગોધરાના રહેવાસી વિલાશબેન (20) અને તેની દીકરી શરીના (7 માસ) ખેત તલાવડીમાં ડૂબી ગયા હતા જેથી કરીને તે બંને ની બોડીને ફાયરની ટીમે પાણીમાંથી બહાર કાઢી હતી અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુમાં મળી રહેલ માહિતી મુજબ જાજરૂ કરવામાં માટે ગયેલ દીકરીને સાફ કરતાં સમયે પગ લપસી જતાં માતા અને તેની દીકરી બંને પાણીમાં પડી ગયા હતા અને બંનેના મોત નીપજયાં છે.