મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 ની મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ
Breaking news
Morbi Today

મોરબીમાં જીવન ટુકાવવાનો પ્રયાસ કરનાર મહિલાની મદદે આવી 181 ની ટીમ


SHARE









મોરબીમાં જીવન ટુકાવવાનો પ્રયાસ કરનાર મહિલાની મદદે આવી 181 ની ટીમ

મોરબીમાંથી કોઈ વ્યક્તિએ 181 પર કોલ કર્યો હતો અને કહ્યું હતું કે, એક મહિલા આત્મ હત્યા કરવા માટે જવાનું કહી રહી છે જેથી તેમના કાઉન્સિલિંગ માટે 181 મહિલા હેલ્પલાઇન પહોચી હતી.

181 મહિલા હેલ્પલાઇન પર કોલ આવતાની સાથે જ 181 ટીમ કાઉન્સિલર બીનાબેન ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ ખ્યાતિ બેન,પાયલોટ જીગર ભાઈ પીડિતા બહેનની મદદ માટે રવાના થયેલ હતા અને સ્થળ પર પહોંચતા નિરીક્ષણ કરતા જાણવા મળેલ પીડિતા બહેનના હાથમા ચેકાના ઘા મરેલ છે જેમાં બહેનને હાથમાં ઇજા થયેલ હોય સારવાર માટે 108 ની સેવા લેવામાં આવી હતી અને પીડિતા બહેનએ જણાવેલ તે આત્મહત્યા કરવા માગે છે અને ટ્રક નીચે આવીને દેહનો ત્યાગ કરવા માંગે છે એમ કહીને પીડિતા બહેનએ દોટ મુકેલ રોડ પર જેથી 181 ટીમ બહેનની પાછળ ગયેલ અને બહેનને આશ્વાસન આપેલ અને તેની સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો હતો

ત્યાર બાદ પીડિતા બહેનએ જણાવેલ તે જે વ્યક્તિએ 181 પર કોલ કરેલ તેની સાથે 14 વર્ષ થયા લિવિંગ રીલેશનશિપમા રહે છે જેમાં કાલે પીડિતા બહેનના પુરુષ મિત્ર ઘરે આવેલ જેમાં લિવિંગમા સાથે રહેનાર વ્યક્તિએ તે બાબત પર શંકા કરેલ જેથી બોલાચાલી થયેલ જેમાં પીડિતા બહેન એ જણાવેલ તે જીવન જીવવા ઇચ્છતા ના હોય જેથી આજ રોજ ચાકુ વડે હાથમાં ચેકા કરેલ હતા અને હાલ પણ ટ્રક નીચે આવીને આત્મ હત્યા કરવા માટે દોટ મુકેલ હતી તે બહેનને આત્મા હત્યા કરવા માટે જતા રોકેલ હતા અને સમજાવીને બચાવેલ હતા અને આત્મ હત્યા કરવીએ કોઈ હલ નથી અને બહેન સાથે કાઉન્સિલિંગ કરતા બહેનના હાથ માં પાટ્ટો બંધાવીને સારવાર કરી હતી અને આ બહેનને કાઉન્સિલિંગ માટે મોરબીમા આવેલ સખી વન સ્ટોપ સેન્ટરમા હેન્ડો અવર કરેલ છે.




Latest News