મોરબીની પ્રભુ કૃપા ટાઉનશિપમાં રહેતા અને માર્કેટિંગનું કામ કરતાં યુવાને અકળ કારણોસર જીવન ટુકવ્યું
SHARE
મોરબીની પ્રભુ કૃપા ટાઉનશિપમાં રહેતા અને માર્કેટિંગનું કામ કરતાં યુવાને અકળ કારણોસર આપઘાત કર્યો
મોરબી બાયપાસ ઉપર જૂની આરટીઓ ઓફિસથી આગળના ભાગમાં આવેલ મચ્છુ -3 ડેમમાં આજે સવારે એક યુવાને કૂદકો માર્યો હતો જે બનાવની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને પાણીમાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવેલ છે અને મૃતક યુવાન મોરબીની પ્રભુ કૃપા ટાઉનશિપમાં રહેતો અને માર્કેટિંગનું કામ કરતો યુવાન હોવાનું સામે આવ્યું છે અને તેને કયા કારણોસર આ પગલું ભરેલ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડે આવેલ જૂની આરટીઓ ઓફિસથી આગળના ભાગમાં આવેલ મચ્છુ-3 ડેમમાં પુલ ઉપરથી આજે સવારે યુવાને પાણીમાં ઝંપલાવ્યું હતું જેથી મોરબી ફાયર બ્રિગેડને આ બનાવની જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમ ત્યાં પહોચી અને પાણીમાં ડૂબી ગયેલા યુવાનને શોધવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને પાણીમાથી ફાયરની ટીમે યુવાનની બોડીને બહાર કાઢેલ છે અને તેને પીએમ માટે લઈ ગયા છે તેવામાં સ્થળ ઉપરથી બે હજાર રૂપિયા, આધાર કાર્ડ, મોબાઈલ અને બાઈક નંબર જીજે 36 જે 9206 મળી આવેલ હતા તેના આધારે પોલીસે યુવાનના પરિવારને શોધવા માટેની કવાયત કરેલ હતી અને વધુમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. ઝાપડિયા પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક યુવાનનું નામ પરેશ અમૃતભાઇ કૈલા (36) રહે. પ્રભુ કૃપા ટાઉનશિપ મોરબી અને તે માર્કેટિંગનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે જો કે, યુવાને કયા કારણોસર આ પગલું ભરેલ છે તે દિશામાં હાલમાં તપાસ ચાલી રહી છે.