દ્વારકામાં યોજાયેલ શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠપાઠ સ્પર્ધામાં મોરબીનો ૠષિકુમાર પ્રથમ ક્રમે વિજેતા મોરબીમાં અપહરણ-પોકસોના ગુનામાં પડકાયેલ આરોપીને નિર્દોષ છોડી મુકવા આદેશ આગામી સમયમાં આવી રહેલ પોલીસની ભરતી માટે મોરબીમાં ફ્રિ ફિટનેશ ટ્રેનિંગ કેમ્પ યોજાશે જુકેગા નહીં: મોરબીમાં મુકાય સ્ટ્રેટ લાઇટનો પોલ તૂટી પડ્યો તો પણ લાઇટ ચાલુ ! હળવદ નજીક સેડમાં ટ્રક ઊભો રાખીને લોખંડના સળિયાની ચોરી: 35.90 લાખના મુદામાલ સાથે બે ની ધરપકડ, બેની શોધખોળ મોરબીમાં કાલે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો 22 મો સ્નેહ મિલન-ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ઘરે એસિડ પી ગયેલ સગીરને રાજકોટ સારવારમાં ખસેડાયો મોરબી નજીક આવેલ નેક્ષસ સિનેમા પાસેથી કિંમતી મોબાઈલ ફોનની ચોરી
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા કોંગ્રેસ ઓબીસી વિભાગના પ્રમુખ પદે જયંતીભાઈ ધોળકિયાની વરણી 


SHARE











ટંકારા તાલુકા કોંગ્રેસ ઓબીસી વિભાગના પ્રમુખ પદે જયંતીભાઈ ધોળકિયાની વરણી 

મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ મનસુખભાઈ વાઘેલા દ્વારા તેમજ અતિથિ વિશેષ આમંત્રિત તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી કાર્યકારી પ્રમુખ રાજુભાઈ આહીરની હાજરીમાં નેકનામ કોઠારીયા રોડ, રામદેવપીર મંદિર રણુજા ખાતે મિટિંગ રાખવામા આવી હતી જેમાં ટંકારા તાલુકાના કોંગ્રેસ ઓબીસી  પ્રમુખ તરીકે જયંતીભાઈ જી. ધોળકિયાની વરણી કરવામાં આવેલ છે.

આ ઉપરાંત ટંકારા તાલુકા કોંગ્રેસ ઓબીસી સમિતિના અલગ અલગ ગામના તમામ હોદ્દેદારો જેમ કે, ઉપપ્રમુખો, મહામંત્રીઓ, મંત્રીઓ, સહમંત્રીઓ તમામની વરણી કરવામાં આવેલ છે અને આગેવાનોને હોદાઓ આપવામાં આવેલ છે અને આવનારા સમયમાં ઓબીસી સમાજને થતા અન્યાયો તેમજ રાજકીય હિસ્સેદારીમાં પોતાનું સંગઠન મજબૂત બનાવીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હાથ મજબૂત બનાવવા તમામ રણનીતિઓમાં સામેલ રહીને ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકા વિધાનસભા લોકસભા જેવી ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષનો વિજય અપાવવા સંકલ્પ કરવામાં આવેલ છે.




Latest News