મોરબીમાં જીવન ટુકાવવાનો પ્રયાસ કરનાર મહિલાની મદદે આવી 181 ની ટીમ
મોરબીમાં વૃદ્ધને મરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલા બે શખ્સનાં શરતી જામીન મંજૂર
SHARE
મોરબીમાં વૃદ્ધને મરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલા બે શખ્સનાં શરતી જામીન મંજૂર
મોરબીના ચકચારી ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરવા મજબુર કરવાના ગુન્હાના પકડાયેલ આરોપીઓ નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભોજાણી તથા અમૃતલાલ ઉર્ફે ભીખાભાઈ લાલજીભાઈ ભોજાણીના જામીન માટેની અરજી કરવામાં આવી હતી જેમાં વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રી. એન્ડ સેસન્સ કોર્ટમાંથી બંને આરોપીના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.
મોરબી એ ડીવી. પોલીસમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતી કે, આ કામના આરોપીઓએ ફરીયાદીના પતિને અલગ અલગ સમયે વ્યાજે રૂપીયા આપી વ્યાજની ઉધરાણી કરી માનસીક ત્રાસ આપી મરવા મજબુર કરતા ફરીયાદીના પતિએ પોતાના ધરે આરોપીઓના માનસીક ત્રાસને કારણે ઝેરી દવા પી લઈ મરણ ગયેલ છે જેથી કરીને મોરબી એ ડીવી. પોલીસે બી.એન.એસ. ની કલમ- ૧૦૮ તથા ગુજરાત નાણાં ધીરધાર કરનારા બાબત અધિ.-૨૦૧૧ની કલમ-૪૦, ૪૨ મુજબનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી.
જેમાં આ કામના આરોપીઓ નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભોજાણી તથા અમૃતલાલ ઉર્ફે ભીખાભાઈ લાલજીભાઈ ભોજાણીનાઓએ જામીન મેળવવા માટે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત કોર્ટમાં જામીન અરજી કરેલ હતી. અને તેના વકીલે કરેલ દલીલ તેમજ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને આરોપીની જામીન અરજી મંજુર કરેલ છે આ કેસમાં આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, જે.ડી. સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા રોકાયેલ હતા.
આર.સી. ઈન્ડસ્ટ્રીઝમાં દિલીપભાઈ અગેચાણીયાની નિમણૂક
મોરબી ખાતે સ્થિત આર.સી. ઈન્ડસ્ટ્રીઝ (સોલાર ડેવલોપમેન્ટ EPC કંપની) ના તમામ ડીરેકટરોની એક મીટીંગ મળેલ હતી જેમાં સર્વાનુમતે કંપનીના લીગલ એડવાઈઝર તરીકે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ (ગુજરાત હાઈકોર્ટ) દિલીપભાઈ અગેચાણીયાની નિમણુક કરવામાં આવેલ છે. હાલ દીલીપભાઈ બીજી અનેક મોટી કંપનીમાં લીગલ એડવાઈઝર તરીકે સેવા આપી રહેલ છે. સોલાર ડેવલોપમેન્ટમાં સૌથી મોટુ નામ ધરાવતી કંપનીમાં ચીફ લીગલ એડવાઈઝર તરીકે દિલીપભાઈ અગેચાણીયાની નિમણુક થતાં અનેક સીનીયર તથા જુનીયર વકીલોએ દીલીપભાઈ અગેચાણીયાને સુભેચ્છા પાઠવેલ છે.