મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના વિરપરડા ગામે છેલ્લા ૩૫ વર્ષથી હિન્દુ મુસ્લિમ એકતા ગૃપ: ખાખરાળા ગામે ટોબેકો ફી યૂથ કેમપેઈન અંતર્ગત રેલી


SHARE













મોરબીના વિરપરડા ગામે છેલ્લા ૩૫ વર્ષથી હિન્દુ મુસ્લિમ એકતા ગૃપ: ખાખરાળા ગામે ટોબેકો ફી યૂથ કેમપેઈન અંતર્ગત રેલી

મોરબીના વિરપરડા ગામે છેલ્લા ૩૫ વર્ષથી હિન્દુ મુસ્લિમ એકતા ગૃપ દ્વારા યોજાતી ગરબી કોમી એકતાની મિશાલ બની ગઈ છે. આ અનોખી ગરબી વિશે ગરબીના આયોજકો જણાવે છે કે અમારા ગામમાં નાતજાતનો કોઈ ભેદ નથી. દરેક વર્ણના લોકો સાથે મળીને પ્રાચીન ગરબીનું આયોજન કરે છે.પ્રાચીન ગરબીનું આયોજન ભીખુભા જાડેજા, મયુરસિંહ જાડેજા આશિકભાઈ સુમરા, ક્રિપાલસિંહ જાડેજા, ભવાનભાઈ ભટ્ટી, ધર્મેન્દ્રભાઈ સુરેલીયા, દિનેશગીરી ગોસ્વામી, રવિરાજસિંહ જાડેજા, વિવેકભાઈ સુરેલિયા સહિતના આયોજકો સાથે મળીને આયોજન કરે છે.ગામના શ્રદ્ધાળુ લોકો દ્રારા બાળાઓને લ્હાળી પણ આપવામાં આવે છે.

મોરબીના ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ટોબેકો ફી યૂથ કેમપેઈન અંતગઁત રેલી

મોરબી તાલુકાના ખાખરાળા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખાખરાળાના મેડીકલ ઓફીસર ડો.સંજય એચ.જીવાણીના માગઁદશઁનમાં સુપરવાઈઝર કમલેશભાઈ કાલરીયાના સહયોગ તેમજ આશા બહેનો દ્વારા ટોબેકો ફી યુથ કેમપેઈન અંતગઁત રેલી યોજવામા આવી હતી.તેમજ ટોબેકો ફી ગામ થાય તે માટે લોકોને સમજાવવામા આવેલ હતા સાથે સાથે ટોબેકોના વેચાણ ઉપર રોક લગાવી અને ગામને ટોબેકો ફી યુથ કેમ્પેઈનમાં તમામ લોકોને જોડાવવાની સલાહ આપવામા આવી હતી.ટોબેકોથી થતા નુકસાન તેમજ તેમનાથી થતા રોગોના બેનરો બતાવીને લોકોને માહિતગાર કરવામા આવ્યા હતા.






Latest News