મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતમાં 23 મી એ સામાન્ય સભા


SHARE













મોરબી જિલ્લા પંચાયતમાં 23 મી એ સામાન્ય સભા

મોરબી જિલ્લા પંચાયતમાં સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી 23 મી ઓક્ટોબરના રોજ જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં સવારે 11:30વાગ્યે સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા પંચાયતમાં આગમી દિવસોમાં જે સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જે એજન્ડા લેવામાં આવેલ છે તેમાં ગત બેઠકની કાર્યવાહી અને ઠરાવોને બહાલી, જુદી જુદી સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી, એક કલાક સુધી પ્રશ્નોતરી, સભ્યો તરફથી મળેલા પ્રસ્તાવો પર ચર્ચા વિગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે તેમજ જિલ્લા પંચાયતના સભ્ય ઝાહીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયાનું સિંચાઈ ઉત્પાદન અને સહકાર સમિતિ અને શિક્ષણ સમિતિના સભ્ય તરીકે રાજીનામું મંજૂર કરવા ઉપર ચર્ચા કરવામાં આવશે. તેમજ સૈદ્ધાંતિક મંજૂરીના કામોને તેમજ રજૂ થયેલા કામોને બહાલી આપવામાં આવશે. અને વહીવટી મંજૂરી તથા  રેતી રોયલ્ટીના હેતુફેરના કામોને સૈદ્ધાંતિક મંજૂરીની બહાલી આપવા સહિતની ચર્ચા કરવામાં આવશે તેમજ રેતી રોયલ્ટી વર્ષ 2024-25 ના આયોજન અંગેની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે.






Latest News