મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીની શક્તિ ચોક ગરબી મંડળની બાળાઓ દ્વારા સળગતા દેતવા ઉપર અદ્ભુત અંગારા રાસ: માડી તારા અઘોર નગારા સહિતના રાસ આકર્ષણનું કેન્દ્ર


SHARE















મોરબીની શક્તિ ચોક ગરબી મંડળની બાળાઓ દ્વારા સળગતા દેતવા ઉપર અદ્ભુત અંગારા રાસ: માડી તારા અઘોર નગાર

 સહિતના રાસ આકર્ષણનું કેન્દ્ર

મોરબીના શક્તિ ચોકમાં છેલ્લા 41 વર્ષોથી પ્રાચીન ગરબી કરવામાં આવે છે જેમાં ભાગ લેતી બાળાઓ દ્વારા લોકો સમક્ષ બન્દીસ રાસ, માડી તારા અઘોર નગર, તલવાર રાસ સહિતના અવનવા રાસ ગરબા રજુ કરવામાં આવે છે જે રાસ ગરબા જોવા માટે લોકો ન માત્ર મોરબી પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હોય છે અને તેની સમક્ષ બાળાઓ દ્વારા રાસ ગરબા રજુ કરવામાં આવતા હોય છે જેમા છેલ્લા બે વર્ષથી બાળાઓ દ્વારા અંગારા રાસ રજુ કરવામાં આવે છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે અને હજારો લોકો તે રાસ જોવા માટે ઉમટી પડે છે

મોરબી શહેરના ખાટકીવાસ વિસ્તારની બાજુમાં જ ગેસ્ટ હાઉસ રોડના ખૂણે શક્તિ ચોક ગરબીનું છેલ્લા 41 વર્ષથી આયોજન કરવામાં આવે છે જેમાં બાળાઓ દ્વારા માતાજીના ગરબા પર અવનવા રાસ રજુ કરવામાં આવે છે જેથી આ ગરબી મોરબીના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અહી માતાજીની આરાધના કરતી બાળાઓ દ્વારા નવરાત્રી દરમ્યાન માડી તારા અધોર નગર, ટીપ્પણી રાસ, બન્દીસ રાસ, માડી તારા અઘોર નગર, તલવાર રાસ સહિતના રાસ ગરબા લોકો સમક્ષ રજુ કરવામાં આવે છે જેમા સતત બીજા વર્ષે બાળાઓ દ્વારા મસાલ-અંગારા રાસ રજુ કરવામાં આવ્યો હતો જે જોઇને લોકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા અને હાજર લોકોએ દિકરીઓની મહેનતને બિરદાવી હતી

મોરબીની શક્તિ ચોક ગરબીના આયોજક ક્રિપાલસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, આ વર્ષે શક્તિ ચોક ગરબી મંડળની બાળાઓ દ્વારા પ્રાચીન ગરબામાં જ થોડી આધુનિકતા લાવીને અવનવા રાસ દોઢ મહિના સુધી પ્રેકટીશ કરીને તૈયાર કર્યા છે અને માઁ શક્તિના ચાચર ચોકમાં બાળાઓ દ્વારા તેને લોકોની સમક્ષ રજુ કરવામાં આવી રહ્યા છે અહી નવરાત્રી દરમ્યાન જે રાસ ગરબા રજુ કરવામાં આવે છે તેને જોઇને લોકો પણ મંત્ર મુગ્ધ થઇ જાય છે આટલું જ નહિ આ ગરબીમાં બાળાઓ દ્વારા નવરાત્રી પહેલા 42 જેટલા અવનવા રાસ તૈયાર કરવામાં આવ્યા હોય છે જે નવ દિવસમાં લોકોની સમક્ષ રજુ કરવામાં આવે છે અને આ ગરબી જોવા મોરબી બહારથી પણ લોકો આવે છે. અને અર્વાચીન રસોત્સવના આધુનિક યુગમાં પણ પ્રાચીન સંસ્કૃતિ અને ગરબીઓ જળવાઈ રહે તે માટે થઈને આયોજકો દ્વારા આ ગરબીમાં આધુનિક ટચ આપીને બાળાઓને અવનવા રાસ તૈયાર કરાવવામાં આવે છે અને તે સમગ્ર મોરબી શહેર નહીં પરંતુ જિલ્લામાં નંબર વન કહી શકાય તે પ્રકારના રાસ અહીંની બાળાઓ દ્વારા લોકો સમક્ષ રજૂ કરવામાં આવતા હોય છે.

આધુનિકતા અને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણની આંધળી દોટમાં દિવસેને દિવસે શેરી ગરબા, ગરબી વિગેરેનું મહત્વ ઘટતું જાય છે ત્યારે ગરબી અને પ્રાચીન સાંસ્કુતિ જળવાઈ રહે તે માટે ગરબી મંડળોના આયોજકો દ્વારા અને ખાસ કરીને ગરબીમાં રેહતી બાળાઓ દ્વારા ખુબ જ મેહનત કરવામાં આવી રહી છે તે હક્કિત છે મોરબીમાં શક્તિ ચોક ગરબી સહીત આંગળીના ટેરવે ગણી શકાય તેટલી પ્રાચીન ગરબીઓનું આયોજન કરવામાં આવે છે અને મોરબીની શક્તિ ચોક ગરબીમાં બાળાઓ દ્વારા અંગારા રાસ અને અઘોર નગર રજૂ કરવામાં આવે ત્યારે ચાચર ચોકનો નજરો જોવા જેવો હોય છે અને સાક્ષાત માતાજી ગરબે ધુમતા હોય તેવુ લોકોને લાગે છે






Latest News